અમરેલી

વીર હમીરસિંહ ગોહિલ સ્મૃતિ ટ્રસ્ટ લાઠી દ્વારા વિરાંજલી કાર્યક્રમ યોજાશે

લાઠી વીર હમીરસિંહ ગોહિલ સ્મૃતિ ટ્રસ્ટ લાઠી દ્વારા વિરાંજલી કાર્યક્રમ યોજાશે આસ્થા, શક્તિ અને સ્વાભિમાનના ૧૦૦૦ વર્ષ એટલે “સોમનાથ સ્વાભિમાન પર્વ” આ પાવન અવસરે વીર હમીરસિંહજી સ્મૃતિ ટ્રસ્ટ લાઠી દ્વારા સોમનાથની સખાતે ધર્મ રક્ષા કાજે કેસરિયા કરનાર લાઠીના કુંવર વીર હમીરસિંહજી ગોહિલ ને ખરા અર્થ થી યાદ કરી તેમને  ફુલહારથી વિરાંજલી આપવાનું આયોજન કિર્તિ કોટેઝ,લાઠી ખાતે તા:૧૧/૦૧/૨૦૨૬ ને રવિવાર ના રોજ રાત્રે ૯ વાગ્યે કરેલ છે. આ કાર્યક્રમમાં  ધર્મજાગરણ વિભાગના સંયોજક ભીખુભાઈ અગ્રાવત ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે  તમામ ધર્મપ્રેમી જનતા એ સમયસર ઉપસ્થિત રહેવા વીર હમીરસિંહજી ગોહિલ સ્મૃતિ ટ્રસ્ટ લાઠી નું ધર્મભાવ થી નિમંત્રણ છે.

Related Posts