ગુજરાત

વેરાવળ લોહાણા બોર્ડીંગમાં વિરપુરની પ્રસાદી

વેરાવળ જલ્યાણ ગ્રુપ દ્વારા ૯ વર્ષથી જલારામ બાપાની પુણ્યતિથી નીમીતે ભવ્ય ભોજન પ્રસાદીનું આયોજન કરાઈ રહેલ છે દરવર્ષે વિરપુર ની પ્રસાદી અપાય રહેલ છે રધુવંશી પરીવારોના હજારો પરીવારો જ્ઞાતિ ગંગા ના દર્શન ભોજન પ્રસાદીમાં ઉમટી પડે છે તાલુકાભરમાં રધુવંશી પરીવારોમાં ભારે ઉત્સાહ છવાયેલ છે.

વેરાવળ લોહાણા મહાજન પ્રમુખ ચેરમેન જલ્યાણ ગ્રુપ દીપક કકકડે જણાવેલ હતું કે ૯ વર્ષથી બસ સ્ટેન્ડ સામે લોહાણા બોડીંગ ના વિશાળ ગ્રાઉન્ડમાં જલારામ બાપાની પુણ્યતિથી નીમીતે વિરપુર ની પ્રસાદી નું ભવ્ય આયોજન કરાઈ રહેલ છે તા. ૧૨/૨ ને ગુરૂવાર ના રોજ સાંજે ૭ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી રધુવંશી પરીવાર લોહાણ જ્ઞાતિ જનોને જ્ઞાતિગંગા ના દર્શન થઈ શકે તેમજ પરીવારજનો સાથે ભોજન પ્રસાદી લઈ શકે તે માટે ભવ્ય આયોજન કરવામાં આવે છે અઢીયા હોલ ની અંદર સીનીયર સીટીઝનો માટે ટેબલ ખુરશીમાં બેસીને ભોજન લઈ શકે તે માટે આયોજન થાય છે વેરાવળ ભાલકા ભાલપરા ભીડીયા પ્રભાસ પાટણ સોમનાથ તેમજ તાલુકાભરના ગ્રામ્ય વિસ્તારોના રધુવંશી પરીવારો લોહાણા જ્ઞાતિજનો ભારે ઉત્સાહ સાથે આ પ્રસંગ માં જોડાઈ અને લાભ લે તેવી યાદીમાં જણાવેલ છે

Related Posts