ગુજરાત

વિસાવદર વિધાનસભા સીટ છેલ્લા ૧ વર્ષથી ખાલી, કોંગ્રેસે રાજ્ય ચૂંટણી વિભાગને લખ્યો પત્ર

જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભાની સીટ પરથી ૨૦૨૨ની ચુંટણીમાં ધારાસભ્ય પદે ચુંટાઇને એક વર્ષમાં જ પક્ષ પલ્ટો કરીને ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું. ત્યારથી વિસાવદર વિધાનસભાની જનતા પોતાના વિધાનસભા પ્રતિનિધિથી વંચિત છે. જુનાગઢના વિસાવદરમાં છેલ્લા ૧ વર્ષથી ધારાસભ્ય કોઈ નથી, ત્યારે વિસાવદર વિધાનસભાનો વિકાસ રૂધાય છે અને પ્રજાના પ્રાણ પ્રશ્નો તેમના પ્રતિનિધિના માધ્યમથી વિધાનસભામાં રજુ થવા જાેઇએ તે થઈ શકતા નથી, જેના કારણે આ લોકશાહીમાં પ્રજાનો પ્રતિનિધિ હોવો તે ખુબ જરૂરી છે. કોંગ્રેસે પત્રમાં લખ્યું કે સ્વરાજ્યની સંસ્થાઓમાં જનમતથી ચુંટાયેલ પ્રજાનો પ્રતિનિધિ હોવો એ જરૂરી છે અને ક્યારેય કોઇ પ્રજાના પ્રતિનિધિએ પોતાના પદ પર ચુંટાયા પછી રાજીનામુ આપેલ હોય તો કાયદા અને નિયમો મુજબ ૬ માસમાં ચુંટણી જાહેર કરવી જાેઇએ આ બંધારણને અનુસરતા નિયમો છે. પરંતુ રાજ્યના ચુંટાણી આયોગે ગત લોકસભાની સામાન્ય ચુંટણીની સાથે પણ વિસાવદર વિધાનસભાની પેટા ચુંટણી જાહેર નહિ કરીને વિસાવદરની જનતા પર ઘોર અન્યાય કર્યા બરાબર છે. જેના કારણે આજે વિસાવદરની જનતા પ્રજાના પ્રતિનિધિથી વંચિત છે. જેથી તાત્કાલિક વિસાવદર વિધાનસભાની પેટા ચુંટણી આગામી સ્થાનિક સ્વરાજયની સાથે જ જાહેર થવી જાેઇએ.

Related Posts