પ્રેરક યુવાન, ભાવનગર શહેર ભાજપ યુવા મોરચાના મંત્રી, સમસ્ત બ્રહ્મસમાજ ભાવનગરના યુવા પ્રમુખ અને શ્રી રજનીભાઈ કનાડા મેમોરિયલ ફાઉન્ડેશનના ટ્રસ્ટી વિશાલ જોષીએ 11 થી 13 ડિસેમ્બર, 2025 દરમિયાન AMTZ, વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ ખાતે આયોજિત ત્રીજા વર્લ્ડ હેલ્થ ઈનોવેશન ફોરમ 2025 માં 35 દેશોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સંશોધન આધારિત વ્યાખ્યાન “From Crisis to Innovation: Harnessing Emergencies to Transform Healthcare Systems” રજૂ કર્યું. તેમણે ભારતમાં કોરોનાકાળ દરમિયાન સર્જાયેલી આફતોને કેવી રીતે અવસરમાં બદલ્યો, આરોગ્યક્ષેત્રમાં ડિજિટલ હેલ્થ મિશન, વેક્સિન વિકાસ ક્ષમતા, આરોગ્ય પ્રતિસાદ વ્યવસ્થા અને જાહેર-ખાનગી સહકારના આધારે વૈશ્વિક સ્તરે અનુસરણ લાયક પ્રણાલીઓ કેવી રીતે ઊભી કરી તે વિગતે રજૂ કર્યું. તેમના યોગદાનને બિરદાવતા WHIF કમિટીએ તેમને સન્માનિત કરવામાં આવ્યા.
ગુજરાત ના વિશાલ જોષીનું વર્લ્ડ હેલ્થ ઈનોવેશન ફોરમ 2025માં વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ ખાતે પ્રભાવશાળી વ્યાખ્યાન અને સન્માન


















Recent Comments