અમરેલી

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરિત ભગવાન શ્રીરામ મંદીર નિર્માણ પ્રતિષ્ઠા નું એક વર્ષ પૂર્ણ થતા બાઈક રેલી યોજાઈ ગઈ

અમરેલી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરિત શ્રીરામ મંદીર  નિર્માણ પ્રતિષ્ઠા નું એક વર્ષ પૂર્ણ થતા બાઈક રેલી યોજાઈ ગઈ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અમરેલી શહેર પ્રેરિત અને મહાદેવ ઠાકર ના નેતૃત્વમાં અયોધ્યામાં રામલ્લા  મંદિર પ્રતિષ્ઠા ને એક વર્ષ પૂર્ણ થયા ના અવસર ને વધામણા રૂપી અમરેલી શહેરમાં બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ આ બાઈક રેલીને જેસીંગપુરા શિવાજી ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ હિતેશભાઈ મહેતા ઉપાધ્યક્ષ અશ્વિનભાઈ ત્રિવેદી વિજયભાઈ દેસાઈ તેમજ નગર અધ્યક્ષ પ્રતાપસિંહ રાઠોડ એ પ્રસ્થાન કરાવેલ આ રેલીમાં ભગવાન શ્રીરામ નામ ની ધૂન સાથે પાણી દરવાજા ટાવર ચોક બસ સ્ટેન્ડ થઈને રામજી મંદિર ખાતે સંપન્ન થયેલ આ રેલીમાં વિશ્વ હિન્દુ પરિષદના તેમજ બજરંગ દળ ના યુવાનો મોટી સંખ્યામાં જોડાયેલા હતા સફળ બનાવવા માટે અનેક યુવાનોએ ઉઠાવી હતી

Related Posts