ચિતલ વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી દ્વારા ચિત્તલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે તારીખ 26 1 2026 ના રોજ સવારના 09:00 થી 12 કલાકના રોજ વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ અને રણછોડદાસ આંખની હોસ્પિટલ રાજકોટ,શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ – રાજકોટ તથા ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજયુકેશન રાજકોટ દ્વારા ઇન્દિરાબેન રસિકલાલ મહેતા અને સિદ્ધાર્થ મહેશ મહેતાની પુણ્યતિથિ નિમિત્તે (ચિત્તલ વાળા) હાલ રાજકોટ મહેશભાઈ મહેતા પરિવાર અને સૌરાષ્ટ્ર દશાશ્રી માળી જૈન ભોજનાલય મુંબઈ સહયોગથી નેત્ર નિદાન કેમ્પ અને દંત ચિકિત્સા કેમ્પ રાખેલ છે સહયોગથી યોજાશે.
આ નેત્ર યજ્ઞ અને દંત યજ્ઞમાં વિનામૂલ્ય દાંત અને આંખની સારવાર કરવામાં આવશે આંખના દર્દીઓને મોતિયાનું ઓપરેશન તેમજ નેત્રમણી વિના મૂલ્યમૂકવામાં આવશે દાંતના દર્દીઓને દાંતની બત્રીસી દાંતની સારવાર વિનામૂલ્ય કરી આપવામાં આવશે આ કેમ્પનો લાભ લેવાય ઈચ્છા દર્દીઓએ સવારમાં 8.00 થી પોતાના કેસની નોંધણી સ્થળ પર કરવાની રહેશે વધુ વિગત માટે 9427506320 સંપર્ક કરવો
આ કેમ્પ ને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ વિજયભાઈ દેસાઈ, વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ -રાજકોટ, ડીવાઈન ચેરીટેબલ ટ્રસ્ટ ફોર હેલ્થ એન્ડ એજયુકેશન રાજકોટ, વિશ્વ હિન્દુ પરિષદ અને નેત્ર યજ્ઞ આયોજન સમિતિ ની ટીમના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે
આ કેમ્પમા ડો.જયસુખભાઈ મકવાણા અને તેમની ટીમના મોનિકા ભટ્ટ, જાગૃતિ ચૌહાણ, ડો. સંજય અગ્રાવત તેમજ રણછોડદાસ હોસ્પિટલ રાજકોટની મેડિકલ ટીમ સેવા આપશે તેમ ટ્રસ્ટના પ્રમુખ ઈતેશભાઈ મહેતાની યાદીમાં જણાવેલ છે


















Recent Comments