અમરેલી

વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા ની આરોગ્ય શ્રેત્રે અનોખી સેવા થઈ રહી છે

વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા આરોગ્ય સેવાની વિગત મુજબ બગસરા તાલુકાના જુનાં ઝાઝરીયા ગામે કિશોરભાઈ હરીભાઇ દડિયા પરીવારના સહયોગથી, પાંચમા મેડીકલ સાઘન સહાય સેવા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો. બગસરાના વતની અને હાલ મુંબઈમાં અનેક સેવા કાર્યો કરી રહેલ, કિશોરભાઈ હરીભાઇ દડીયા પોતાની લક્ષ્મીનો લોકસેવાના કાર્યો માટે વપરાય તેવાં ભાવ થી બગસરા તાલુકાના હડાળા, હામાપુર. જુનીહળીયાદ અને મોટા લીલીયા તાલુકાના ઈગોરાળા ગામે મેડીકલ સાઘનો ની સેવા કરાવવામા નિમિત રૂપ બની રહ્યા છે. તારીખ ૧૩ ડિસેમ્બરના જુનાં ઝાઝરીયા ગામે મેડિકલ સાઘન સેવા સેન્ટર શરૂ કરાવી, લોકો ના આંસુ લૂછવા નો ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે, તેમ રમેશભાઈ રાઠોડે જણાવેલ છે. માત્ર ૬ મહિનામાં પાંચ પાંચ સેન્ટર શરૂ કરાવવામાં નિમિત્તરૂપ બની દડિયા પરીવારની સેવા ભાવના ને સૌ લોકો આવકારી રહ્યાં છે. ગ્રામવિકાસ સમિતિ જુનાં ઝાઝરીયાના ઘુસાભાઈ કયાડા અને હરીભાઇ કોલડિયા અને સમિતિ ના સૌ સભ્યોની જહેમતથી ગ્રામીણ વિસ્તારોમાં એક આવશ્યક સેવાનો પ્રારંભ કરતાં વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા ધન્યતા અનુભવે છે તેમ સંસ્થાના દેવચંદ સાવલિયા એ જણાવેલ છે.

Related Posts