fbpx
ગુજરાત

VNSGU ફરી વિવાદને લઈને ઘેરાઈ, પરીક્ષામાં ગેરરીતિ થતા ABVPના બે જૂથો વચ્ચે લડાઈ જામી

સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ફરી વિવાદમાં જાેવા મળી. યુનિવર્સિટીમાં ગેરરિતી કરતા ૧૬૪ વિદ્યાર્થીઓ પકડાયા. સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ફરી વિવાદમાં જાેવા મળી. યુનિવર્સિટીમાં ગેરરિતી કરતા ૧૬૪ વિદ્યાર્થીઓ પકડાયા. દરમ્યાન છમ્ફઁનાં બે જૂથો વચ્ચે માથાકૂટ થઈ હોવાના સમાચાર સામે આવ્યા. શહેરની ફદ્ગજીય્ેં ફરી વિવાદને લઈને ઘેરાઈ છે. અનેક વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરિતી આચરતા પકડાયા અને કારોબારીમાં મહત્વનું પદ ના મળતા નારાજ થયેલા વિદ્યાર્થીઓએ હંગામો મચાવતા બે જૂથો વચ્ચે બબાલ થઈ અને મામલો પોલીસ સ્ટેશને પંહોચ્યો. ફદ્ગજીય્ેંમાં કુલપતિની ગાડી સામે દારૂની બોટલો ફેંકાતા હોબાળો મચ્યો.

છમ્ફઁની મંગળવારે કારોબારી જાહેર કરવામાં આવી હતી. અને આ કારોબારીમાં મહત્વનું પદ ન મળતા વિદ્યાર્થીઓ નારાજ થયા હતા. વિદ્યાર્થી વિજય કટારિયાને મહત્વનું પદ ન મળતા નારાજ થતા યુવા મહોત્સવમાં ખલેલ પહોંચાડી. આ મામલો વધુ જાેર પકડતા છમ્ફઁના બે જૂથો વચ્ચે લડાઈ થઈ. અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પંહોચ્યો. હંગામાને લઈને વેસુ પોલીસ સ્ટેશનમાં અરજી કરાઈ છે. શહેરની વીર નર્મદ યુનિવર્સિટીમાં નવેમ્બર અને ઓક્ટોબરમાં યોજાયેલ પરીક્ષામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરિતી આચરી હતી. ગેરરીતિમાં પકડાયેલા ૧૬૪ વિદ્યાર્થીઓને દંડ કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓને ૨૫૦૦થી માંડીને ૧૦ હજાર સુધીનો દંડ કરાયો. મોટાભાગના વિદ્યાર્થીઓ પર પરીક્ષાઓમાં સાહિત્ય લાવવા અને ગેજેટ લાવવાના કેસ નોંધાયા. તો કેટલાક વિદ્યાર્થીઓ રબર સહિતની સ્ટેશનરી પર જવાબ લખીને લાવ્યા હતા. તેમજ ઉત્તરવહીમાં વિગતો ભરવામાં જાણી જાેઈને ભૂલ કરી હોય તેવા કેસ પણ સામે આવ્યા હતા. જાે કે વિદ્યાર્થીઓએ ગેરરીતિ મામલે ભૂલ થઈ ગઈ હોવાનું કમિટી સમક્ષ કબુલાત કરી હતી. આમાંથી કેટલાક વિદ્યાર્થીઓને તેમની સામાન્ય ભૂલને નિર્દોષ છોડી દેવાયા.

Follow Me:

Related Posts