ગુજરાત

સૌરાષ્ટ્ર પટેલ સમાજમાં સ્વૈચ્છિક દેહદાન,અંગદાન જાગૃતિ

સુરત સૌરાષ્ટ્ર પટેલ સમાજમાં સ્વૈચ્છિક દેહદાન, અંગદાન જાગૃતિ લોકદ્રષ્ટિ ચક્ષુબેંક,ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ચોર્યાસી તાલુકા બ્રાન્ચ, લાયન્સ ક્લબ સુરત ઈસ્ટ દ્વારા છેલ્લા ૩૮ વર્ષથી દેહદાન, અંગદાન જાગૃતિ ના ગુજરાતમાં પ્રયત્ન થઈ રહ્યા છે. જેની જાગૃતિથી લોકો સ્વૈચ્છિક રીતે દેહદાન અંગદાન માટે સંકલ્પ પત્ર ભરી રહ્યા છે. સાવરકુંડલા તાલુકા ના હીપાવડલી જી–અમરોલી ના વતની હાલ સુરત શિવધારા માનસરોવર વિભાગ ૪ માં રહેતા બાબુભાઈ મનજીભાઈ કપોપરા તેમના ધર્મપત્ની મુક્તાબેન બાબુભાઈ કપોપરા પોતાના લગ્ન તિથિ નિમિત્તે સંકલ્પ લીધો કે ઈશ્વરે આપેલા આ સરસ મજાના મનુષ્ય દેહ ને આપણે બાળીને રાખ નથી કરવા પરંતુ આપણા અમૂલ્ય અંગો જરૂરિયાતમંદ લોકોને અર્પણ કરવા જેથી મેડિકલ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માનવ શરીર ની આંતરિક રચના શીખવા માટે અર્પણ કરવો. તેમના પુત્રરત્ન રોહિતભાઈ-બીપીનભાઈ તેમજ પુત્રીરત્ન કાજલબેન ગૌતમભાઈ ઠુમરે માતા પિતાની ઈચ્છા ને સમર્થન આપી ડો. પ્રફુલભાઈ શિરોયા અને દિનેશભાઈ  જોગાણી નો સંપર્ક કરી સંમતી પત્ર ભરવા માટે સંમતિ આપી.જેમાં સુરત આયુર્વેદ કોલેજ ના પુર્વ પ્રિસિપલ ડો કપોપરા નો સહયોગ સાંપડ્યો. આવી રીતે જાગૃત લોકો નેત્ર, દેહ, અંગો ના દાન માટે સંકલ્પી બને તો જરૂરિયાત મંદ લોકો ને  લાભ મળે. જીતે જીતે રક્તદાન જાતે જાતે નેત્ર, દેહ, અંગો ના દાન   ઉત્તમ દાન સંદેશ આપ્યો હતો 

Related Posts