પૂજ્ય બજરંગદાસ બાપાના ગુરુ આશ્રમ ખાતે આશરે 500 ઉપરાંત ગામોના 50000 જેટલા સ્વયંસેવક ભાઈ બહેનનો નિયમિત સેવાબ જ આવે છે તેના દ્વારા ગત વર્ષે 1,11,111(એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર) વૃક્ષો વાવવા અને તેની સંપૂર્ણ દેખરેખ સાથે ઉછેરવા નો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ ક્રાંતિકારી વિચારના સંકલ્પને આગામી ત્રણ વર્ષ માં સાકર કરવા સાથે ગત વર્ષે 39,000 વૃક્ષો વાવીને ઉછેરવામાં આવ્યા છે.
ચાલુ વર્ષે પણ બગદાણાની રામવાડી ખાતે ખાસ નર્સરીમાં દેશી કુળના 35000 રોપાવોનો ઉછેર કરવામાં આવ્યો છે, જેની વહેંચણીનું કામ ગુરૂઆશ્રમ ખાતેથી દરરોજ નિયમિત રીતે શરૂ છે. આજુબાજુના ગામોમાં તેમજ બગદાણા ગામ અને ગુરુ આશ્રમ પરિસર તેમજ ચારે તરફના માર્ગો ઉપર ગત વર્ષે વૃક્ષો વાવવામાં આવ્યા હતા.
આવતા સમયની માંગ પ્રમાણે પીપળો, ઉંબરો, લીમડો,ખાટી મીઠી આંબલી, સવન, કરંજ, રાયણ, વાંસ, ગરમાળો અને જાંબુ જેવા રોપાવો નર્સરીમાં ઉછેરીને તેના વિતરણનું કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે.















Recent Comments