અમરેલી

“વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ” બ્રહ્મલિન ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ પ્રેરિત કારતક સુદ અગિયારસે ૨૬ મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાશે

દામનગર ઢસા રોડ સીતારામ આશ્રમ ખાતે બ્રહ્મલીન ગુરુમુખી સંત શ્રી દયારામ ઠોડા વાળા  પ્રેરિત ૨૬ મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ કારતક સુદ ૧૧ ને શનિવારે તા.૦૧/૧૧/૨૫ ના રોજ યોજાશે ૧૧ નવદંપતી ને પૂજ્ય સંતો ના સાનિધ્ય માં “વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલમ” ના આશિષ સાથે આદર્શ દાંપત્ય જીવન ની દીક્ષા અપાશે પૂજ્ય સીતારામબાપુ ની નિશ્રા માં સીતારામ આશ્રમ સેવક સમુદાય એવમ અનેક 

ઉદારદિલ દાતા રત્નો ની ઉદાર સખાવતે દ્રવ્ય દાન કરિયાવર ભેટ સોગાદ સાથે ૨૬ માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ની તડામાર તૈયારી કરાય સીતારામ આશ્રમ પરિસર માં ભગવાન શ્રીશાલિગ્રામ — સંગ શ્રીવૃંદાજી ના લગ્નોત્સવ ની જાડેરી જાન રામજી મંદિર  સમસ્ત ભરવાડ સમાજ યુવા ગ્રુપ દ્વારા ઠાકર દુવારા થી પ્રસ્થાન થઈ સીતારામ આશ્રમ પરિસર માં પધારશે સાથે જ ૧૧ નવદંપતી ઓના લગ્નોત્સવ પ્રસંગે  માંગલિક પ્રસંગો સત્કાર સામૈયા જાન આગમન હસ્ત મેળાપ મહાપ્રસાદ રાસોત્સવ ઉદાર દિલ દાતા પરિવારો ના સન્માન જેવા કાર્યક્રમ સાથે સપ્તપદી ની દિવ્ય ધ્વનિ વચ્ચે પૂજ્ય સંતો ના આશિષ મેળવશે ૧૧ નવદંપતી ઓ પૂજ્ય બ્રહ્મલીન ગુરુમુખી સંત દયારામ બાપુ પ્રેરિત ૨૬ માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ ને લઈ સમસ્ત સેવક સમુદાય માં અનેરો ઉત્સાહ દેશ દેશાવર થી અનેક સાધુ સંતો ઉદારદિલ દાતા રત્નો રાજસ્વી અગ્રણી ઓની વિશાળ ઉપસ્થિતિ માં રંગારંગ ૨૬ મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાશે 

Related Posts