સુરત ના કામરેજ ધોરણ પારડી સ્થિત આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે વિદ્વાન ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈજી રમેશભાઈ ઓઝા પધાર્યા સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા પૂજ્ય ભાઈજી નો ભવ્ય સત્કાર કરાયો હતો આશીર્વાદ માનવ મંદિર માં આશ્રિત ૭૦૦ થી વધુ અતિ ગંભીર મનોદિવ્યાંગ મહા પ્રભુજી ની સેવા નિહાળી ખૂબ રાજીપો વ્યક્ત કરતા પૂજ્ય ભાઈજી જન સેવા એ પ્રભુ સેવા કરવા બરાબર છે હોવા નો પુનિત મહારાજ ના સંદેશ ને યાદ કર્યો હતો આશીર્વાદ માનવ મંદિર દ્વારા અત્યારે સુધી માં ૨૫૦૦ જેટલા અતિ ગંભીર મનો દિવ્યાંગ ને માનવ સમાજ માં પુનઃ સ્થાપન નું કપરું કાર્ય કરી દેશ દેશાવર ના અનેક ભાષા સંસ્કૃતિ ઓના મહા પ્રભુજી ઓનું પરિવાર માં પુનઃ મિલન કરાવી ચૂકેલ આશીર્વાદ માનવ મંદિર ને નમસ્તક નમન કરતા પૂજ્ય ભાઈજી
માનવ માંજ માધવ દર્શન ના મહિમા સાથે સેવા કરતા આશીર્વાદ માનવ મંદિર ને અંતર થી આશિષ પાઠવતા પૂજ્ય રમેશભાઈ ઓઝા જેની પાસે જતા પણ ડર લાગે તેવા લધર વધર હિંસક તામસ વૃત્તિ ધરાવતા અનેક પ્રકાર ના અસાધ્ય રોગિષ્ટ મહા પ્રભુજી ઓને ગોતી ગોતી માનવ મંદિર માં લાવી તેવી સેવા ક્ષુસુતા કરતા સર્વ ટ્રસ્ટી ઓ અને ઉદાર દિલ દાતા ઓ પૃથ્વી ઉપર વિહાર કરતા દેવદૂત છો
સુરત આશીર્વાદ માનવ મંદિર ના દરેક વિભાગો વ્યવસ્થા શક્તિ નિહાળી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો આશીર્વાદ માનવ મંદિર ના ટ્રસ્ટી નરેશભાઈ ગોધાણી ભરતભાઇ માંગુકિયા મનહરભાઈ સાંચપરા ગ્રીન આર્મી ના મનસુખભાઈ કાસોદરિયા જેરામ ભગત સહિત સુરત શહેર ના અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી એ પૂજ્ય રમેશભાઈ ઓઝા સાથે હાજરી આપી હતી આશીર્વાદ માનવ મંદિર ની વ્યવસ્થા સ્વચ્છતા અને સૌમ્ય વહેવાર થી ખૂબ પ્રભાવિત થયા હતા અનેક મનોદિવ્યાંગ સાથે સહજતા થી સંવાદ કરી આ સંવાદ ને ઈશ્વર તુલ્ય ગણાવ્યો હતો સંપૂર્ણ નેચરલ વર્તન કરતા અતિ ગંભીર મનોદિવ્યાંગ ના કોઈ પણ વર્તન થી વિચલિત થયા વગર તેની સેવા કરવી એટલે તેના સમાંતર બનવાની તૈયાર રાખવી પડે માનવ મંદિર ની સેવા નિહાળી સમગ્ર ટ્રસ્ટી ઓ અને ઉદાર દિલ દાતા ઓની દિલેરી ને વંદનીય ગણાવતા પૂજ્ય રમેશભાઈ ઓઝા એ ખૂબ પ્રભાવિત થઈ સરાહનીય સેવા અમીટ છાપ છોડી જનારી છે
Recent Comments