રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસી રહેલા વરસાદના કારણે ક્યાંક રસ્તામાં ભૂવા પડવા અને જર્જરિત મકાનો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવે છે ત્યારે અમદાવાદ શેરના આંબાવાડી વિસ્તારમાં આવેલા બીરજુ એપાર્ટમેન્ટમાં આવેલી કાળા રંગની પ્લાસ્ટિકની પાણીની ટાંકી અચાનક ધડાકાભેર તૂટી પડી હતી. આ ઘટનામાં 10થી વધુ ફસાયા હતા, જેમને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કર્યા હતા.
બીરજુ એપાર્ટમેન્ટમાં ધાબે બે હજાર લીટરની પાણીની ટાંકી તૂટી પડી હતી. જેના કારણે ટાંકીની નીચે આવેલો સ્લેબ પણ ધરાશાયી થયો હતો. જેમાં 10 વધુ લોકો ફસાયા હતા. આ ઘટના જાણ ફાયર વિભાગને થતા ઘટનાસ્થળે પહોંચીને તમામ લોકોનું રેસ્ક્યૂ કર્યું હતું. જો કે, એક વૃદ્ધાને પગમાં ફ્રેક્ચર થયું હતું જેમને પણ સીડી દ્વારા નીચે ઉતારવામાં આવ્યા હતા.
Recent Comments