અમરેલી

અમરેલી અને ધારી તાલુકામાં વોટરશેડ યાત્રા યોજાઈ : જમીન અને જળ સંરક્ષણ માટે આહ્વાન

અમરેલી જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ દ્વારા અમલી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના ડબલ્યુ.ડી.સી. ૨.૦ હેઠળ અમરેલીના મોટા ભંડારીયા અને સણોસરા ઉપરાંત ધારી તાલુકાના ભાડેર તેમજ ડાંગાવદર ગામે વોટરશેડ યાત્રા યોજાઈ હતી. કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત વોટરશેડ યાત્રાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જિલ્લા વિકાસ અધિકારીશ્રી અમરેલીની ઉપસ્થિતિમાં યોજાયેલ આ યાત્રામાં ગ્રામજનો પણ જોડાયા હતા.  જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેનશ્રીએ વોટરશેડને લગતી વિગતો જણાવી હતી.

આ કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકો સાથે જળ સંચય, જળ સંગ્રહ તથા પર્યાવરણ બચાવવા અંગેની જાગૃત્તિ લાવવા ચિત્ર સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધા યોજાઇ હતી.  આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.ગ્રામ્યકક્ષાએ જળ સંચય અને પર્યાવરણ બચાવવા અંગેની ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ખેડૂતોને પ્રમાણપત્ર એનાયત કરીને બિરદાવવામાં આવ્યા હતા. સ્વસહાય જૂથના બહેનોએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો.  યાત્રામાં જોડાયેલ ખેડૂતો, ગ્રામજનોએ જમીન અને જળ સંરક્ષણની પ્રતિજ્ઞા લીધઈ હતી.

વોટરશેડ યાત્રા કાર્યક્રમમાં  જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી, આરોગ્ય સમિતિ ચેરમેનશ્રી, તાલુકા પંચાયત ન્યાય સમિતિના ચેરમેનશ્રી, જળસ્ત્રાવ વિકાસ સમિતિના સભ્યશ્રીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી, કર્મચારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તેમ અમરેલી જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts