ગુજરાત

વેવ્સ યુવા કલાકારોને આપે છે કારકિર્દીને ઉજ્જવળ બનાવવાની તક

૧થી ૪ મે, ૨૦૨૫ દરમિયાન મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટર ખાતે યોજાનારી વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ (ઉછફઈજી)ના ભાગરૂપે ૩૨ જેટલી ક્રિએટ ઇન ઇન્ડિયા ચેલેન્જ (સીઆઇસી) શરૂ કરવામાં આવી છે. જેમાં સીઝન-૧એ ૧,૧૦૦ આંતરરાષ્ટ્રીય સહભાગીઓ સહિત ૮૫,૦૦૦ રજિસ્ટ્રેશનને પાર કરવાની નવી સિદ્ધિ પણ હાંસલ કરી છે. આ ૩૨ વિવિધ પડકારોમાંથી પસંદગી પ્રક્રિયા બાદ પસંદ કરાયેલા ૭૫૦થી વધુ ફાઇનલિસ્ટને તેમના વ્યક્તિગત પડકારો, તેમની પ્રતિભા અને કુશળતાના પરિણામ અને આઉટપુટને પ્રદર્શિત કરવાની અનન્ય તક મળશે, આ ઉપરાંત પિચિંગ સેશન સહિત તેમના સંબંધિત ક્ષેત્રના બિઝનેસ લીડર્સ સાથે નેટવર્કિંગની તકો અને માસ્ટરક્લાસ, પેનલ ડિસ્કશન, પરિષદો વગેરે દ્વારા વૈશ્વિક દિગ્ગજાે પાસેથી શીખવાની તક મળશે.
આ ૩૨ પડકારોમાંથી એક એવી કોમિક્સ ક્રીએટર ચેમ્પિયનશિપમાં બોરસદ તાલુકાના કાવીઠા ગામમાં ભગાભાઈનાં ફળિયામાં રહેતા યુવા ચિત્રકાર તેજસભાઈ ગિરીશભાઈ પટેલ સેમી – ફાઈનલ સુધી પહોંચ્યા હતા. આ સ્પર્ધા ત્રણ મહિના સુધી ચાલી હતી. જેમાં કુલ ત્રણ રાઉન્ડમાં પ્રથમ અને બીજા રાઉન્ડમાં ૩ પૃષ્ઠ અને ત્રીજા રાઉન્ડમાં ૪ પૃષ્ઠની પોતાની કલ્પનાનાં કોમિક્સ પાત્ર ડિઝાઇન કરવાનું હતું. જે અંગે તેજસભાઈએ જણાવ્યું હતું કે, કોમિકની વિઝ્યુઅલ આર્ટ શૈલી મેં મારી જાતે વિકસાવવાની કોશિશ કરી છે. તે સંપૂર્ણપણે હેન્ડમેડ છે, જેમાં માત્ર બ્લેક પેન અને પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નાની નાની વિગતો પેન દ્વારા ઉમેરવામાં આવી છે અને દરેક પૃષ્ઠને એક પેઇન્ટિંગ જેવી અસર આપવાનો પ્રયાસ કર્યો છે. આ કોમિકના સંવાદ હિન્દીમાં ભાષામાં લખાયા છે. આ કોમિક તૈયાર કરવા અંગે તેમણે કહ્યું કે, “મારી પ્રેરણા બાળપણમાં જાેયેલા કાર્ટૂન, ટાઇમ ટ્રાવેલ મૂવીઝ અને બ્રહ્માંડ સંબંધિત છબીઓમાંથી લેવામાં આવી છે. આ પ્રયોગોના માધ્યમથી, મેં મારી પોતાની દૃશ્યકળાની અનન્ય શૈલી શોધવાની પ્રક્રિયા શરૂ કરી છે અને આજ સુધી એક વિઝ્યુઅલ આર્ટિસ્ટ તરીકે તેને વિકસાવતો રહ્યો છું.”

Related Posts