રાજધાની દિલ્હીમાં 10 નવેમ્બરે સાંજે લાલ કિલ્લાથી માત્ર 300 મીટર દૂર મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં 8 લોકોના મોત થઈ ગયા હતા. જો કે આજે મૃત્યુઆંક વધીને 13 સુધી પહોંચી ગયો છે. આ ઘટનાને પગલે દિલ્હી સહિત દેશભરના અનેક રાજ્યો ખાસ કરીને હરિયાણા અને ગુજરાતમાં હાઇ એલર્ટ જાહેર કરાયું છે. હાલમાં ફરીદાબાદ સહિત દિલ્હીમાં 1000થી વધુ પોલીસ જવાનો બ્લાસ્ટને લગતી માહિતી વિશે તથ્યો એકઠાં કરવા મેગા સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હી કાર બ્લાસ્ટ અંગે 11 નવેમ્બરે વરિષ્ઠ અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. અમિત શાહે કહ્યું કે, ‘અધિકારીઓને આ ઘટનાની પાછળના દરેક ગુનેગારોને શોધવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ કૃત્યમાં સામેલ દરેક વ્યક્તિને અમારી એજન્સીઓની આકરી સજા મળશે, કોઈને છોડવામાં નહીં આવે.’અહેવાલો અનુસાર, દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે અને તપાસ NIAને સોંપી દીધી છે. મંગળવારે (11મી નવેમ્બર) કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી જેમાં વિસ્ફોટની તપાસ NIA પાસે કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.માહિતી અનુસાર દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ મામલે જમ્મુ-કાશ્મીરમાં ડૉ. ઉમરના મિત્ર ડૉક્ટર સજ્જાદ અહેમદ માલાની ધરપકડ કરી લેવામાં આવી છે. તેની ધરપકડ પુલવામાથી કરવામાં આવી હતી. મોહમ્મદ ઉમર હજુ સુધી પોલીસને હાથ લાગ્યો નથી. એવું કહેવાય છે કે દિલ્હી બ્લાસ્ટમાં જે કાર વપરાઈ હતી તેમાં તે હાજર હતો અને તે મૃત્યુ પામી ગયો હોઈ શકે છે. જોકે આ હજુ તપાસનો વિષય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભુતાનમાં દિલ્હી બ્લાસ્ટની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આજે હું ભારે મનથી અહીં આવ્યો છું. ગઈકાલે સાંજે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ મને વ્યથિત કરી દીધો. હું પીડિત પરિવારોના દુઃખને સમજું છું. આજે સમગ્ર દેશ તેમની પડખે ઊભો છે. ગઈકાલે રાતે હું દરેક તપાસ એજન્સી અને મહત્ત્વપૂર્ણ અધિકારીઓના સંપર્કમાં હતો. વિચાર વિમર્શ ચાલી રહ્યા હતા. તમામ ઘટનાઓની લિંક જોડી રહ્યા હતા. અમારી તપાસ એજન્સીઓ આ કાવતરાના ઊંડાણ સુધી જશે અને આ કાવતરા પાછળના ષડયંત્રકારીઓને છોડવામાં નહીં આવે.’દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટનાને પગલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ફરીદાબાદ પોલીસે પણ ગામમાં મેગા ઓપરેશન ચલાવ્યું છે. ફરીદાબાદ પોલીસ ધૌજ, ફતેહપુર તગામાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. અલ ફલાહ મેડિકલ કૉલેજમાં પણ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ સમગ્ર ઓપરેશનમાં 1000થી વધુ પોલીસ કર્મીઓ સામેલ છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ અને રિઝર્વ પોલીસ પણ સામેલ છે. દિલ્હી પોલીસના અહેવાલ અનુસાર દિલ્હી કાર બ્લાસ્ટ કેસમાં મૃતકાંક વધીને 12 થઈ ગયો છે. જોકે હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. કેમ કે બ્લાસ્ટને કારણે લોકોના શરીરના ચીથરાં ઉડી ગયા છે. જેના કારણે તેમની ઓળખ કરવા માટે લાંબી પ્રક્રિયા હાથ ધરવી પડે એમ છે. ભારતમાં ઈઝરાયલના રાજદૂત રિયૂવેન અઝારે દિલ્હી કાર બ્લાસ્ટની ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે આ ઘટનાથી મારું હૃદય ભાંગી પડ્યું છે. દિલ્હીના માર્ગો પર જે જયું તેનાથી હચમચી ગયા છીએ. આશા છે કે ઘાયલો જલદી રિકવર થશે. પીડિતોના પરિવાર સાથે અમારી સંવેદના. સુરક્ષાદળ અને બચાવ ટીમે સારું કામ કર્યું. દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલી કારમાં સવાર યુવક ફરીદાબાદનો ડૉક્ટર ઉમર મોહમ્મદ હોવાનો તપાસ એજન્સીઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. હવે આ વાતની પુષ્ટિ કરવા માટે કાર ચાલકના DNA ટેસ્ટ કરાવવામાં આવશે. દિલ્હી વિસ્ફોટ મામલે શંકાસ્પદ મોહમ્મદ ઉમરના બે ભાઈ અને માતા સહિત કુલ 12 લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ તમામ લોકોના મોબાઈલ ફોન પણ જપ્ત કરી તપાસને આગળ ધપાવવામાં આવી રહી છે.
દિલ્હી બ્લાસ્ટના દોષિતોને છોડીશું નહીં… ઉચ્ચ સ્તરીય બેઠક પછી ગૃહ મંત્રી અમિત શાહનું નિવેદન


















Recent Comments