જાફરાબાદ તાલુકાની શ્રી વારાહસ્વરૂપ પ્રાથમિક શાળા – અમરેલીમાં લગ્નગીત સ્પર્ધાનું અનેરું આયોજન કરવામાં આવ્યું
સૌરાષ્ટ્રના પ્રાચીન લગ્નગીતો સૌરાષ્ટ્રનું આભૂષણ છે.
જાફરાબાદ તાલુકાની શ્રી વારાહસ્વરૂપ પ્રાથમિક શાળા – અમરેલીમાં લગ્નગીત સ્પર્ધાનુ અનેરૂ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના ધોરણ 5 થી 8ના બાળકોની વિવિધ 13 ટુકડીમાં કુલ 60 બાળકોએ ભાગ લીધો હતો. જેમાં સૌરાષ્ટ્રના પ્રાચીન લગ્નગીતો તથા હાલના સમયે ગવાતા લગ્નગીતોની સાથોસાથ આપણા લગ્ન પ્રસંગને અનેરુ બનાવનાર ફટાણા પણ બાળકો દ્વારા રજૂ થયા હતા. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો દ્વારા પણ લગ્ન ગીતો રજૂ થયા હતા. આ સમગ્ર કાર્યક્રમનો મૂળ ઉદ્દેશ આપણા પ્રાચીન લગ્નગીતો જાળવવા તથા તેમાં રહેલા ઉમેદ્દાભવો બાળકો સુધી પહોંચાડવાનો રહ્યો હતો. સ્પર્ધાના અંતે વિજેતા બંને મકવાણા દયાબેન દડુભાઈ તથા ભાલિયા પૂજાબેન રવજીભાઈની ટુકડીઓના દરેક સભ્યોને શાળા દ્વારા બસત બેંક (ગલ્લો) આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર સ્પર્ધા દરમિયાન શાળામાં આનંદનું વાતાવરણ સર્જાયું હતું. આ સમગ્ર સ્પર્ધાનું આયોજન શાળાના શિક્ષિકા બહેનશ્રી વિલાસબેન ચાવડા તથા શિક્ષકશ્રી અજયભાઈ વાંઝા દ્વારા કરવામાં આવ્યું હતું.


















Recent Comments