સાવરકુંડલા તાલુકા પંચાયત ખાતે નવ નિયુક્ત સરપંચશ્રીઓનો અભિવાદન સમારોહ અને સરકારશ્રીના યોજનાકીય
વિકાસલક્ષી કામોની સમીક્ષાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા સાહેબે નવનિર્વાચિત સરપંચશ્રીઓને વિકાસના
કામો અને ગ્રામ્ય કક્ષાએ લોકોના કામો ઉત્સાહપૂર્વક પૂર્ણ કરવા માટે માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. તેમણે
ગ્રામીણ વિકાસમાં સરપંચોની ભૂમિકાને અત્યંત મહત્વપૂર્ણ ગણાવી હતી.
આ ઉપરાંત, માનનીય પ્રાંત અધિકારી શ્રી જીલ સાહેબે સમય મર્યાદામાં વિકાસના કામો પૂર્ણ કરવા પર ભાર મૂક્યો
હતો અને આ અંગે જરૂરી સૂચનો કર્યા હતા.તાલુકા પંચાયત પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયા દ્વારા નવ નિયુક્ત
સરપંચોને શુભકામના પાઠવી તેમજ વિકાસલક્ષી કાર્યોમાં જ્યાં મદદરૂપ જણાય ત્યાં હમેશા સાથે રહીંને પ્રમખ તરીકે
મદદરૂપ બનીશ.તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા ઉપસ્થિત સૌને સરકારશ્રીની વિવિધ યોજનાકીય વિકાસના
કામોથી માહિતગાર કરવામાં આવ્યા હતા અને સમય મર્યાદામાં આ કામો પૂર્ણ થાય તે અંગે નમ્ર વિનંતી કરવામાં
આવી હતી.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવનિર્વાચિત સરપંચોને અભિનંદન આપવાનો અને તેમને ગ્રામ વિકાસના કાર્યોમાં સક્રિય
યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો.
આ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા સાહેબ, નાયબ કલેકટરશ્રી શ્રી જીલ સાહેબ, મામલતદાર
શ્રી પંડ્યા સાહેબ, જીલ્લા ભાજપ પ્રમુખશ્રી અતુલભાઈ કાનાણી ,તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીતુભાઈ
કાછડીયા,તાલુકા વિકાસ અધિકારી શ્રી વાઘાણી સાહેબ,તાલુકા ભાજપ પ્રમુખ શ્રી રજનીભાઈ ડોબરિયા,સરપંચ
એસોસિયાન પ્રમુખશ્રી શ્રી હિતેશભાઈ ખાતરાણી, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી,તાલુકા મંડળ ના
હોદેદારશ્રીઓ,તાલુકા પંચાયત સદસ્ય શ્રી તેમજ દરેક ગામના સરપંચશ્રીઓ અને સભ્યશ્રીઓ, કર્મચારીઓ ઉપસ્થિત
રહ્યા હતા.
Recent Comments