તળાજા તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪ ડિસેમ્બરના રોજ તળાજા મામલતદાર કચેરી ખાતે યોજાશે
તળાજા તાલુકાની જનતાને જણાવવામાં આવે છે કે, રાજ્ય સરકારનાં આદેશ અનુસાર આગામી તા. ૨૪ ડિસેમ્બર-૨૦૨૪ ને મંગળવારના રોજ સવારે- ૧૧.૦૦ કલાકે મામલતદાર કચેરી, તળાજા ખાતે તળાજા પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. જેમાં ગ્રામ્ય અને તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે.
આ પ્રશ્નો માટે અરજદારશ્રીઓ પાસેથી તા.૧૨/૧૨/૨૦૨૪ સુધીમાં આધાર પુરાવા સાથે અરજી મંગાવવામાં આવી છે. પ્રશ્નો રજૂ કરવા માટે જે તે અરજદારે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમનાં મથાળા નીચે મામલતદારશ્રી, તળાજાને આધાર-પુરાવા સાથે અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં અરજી રજૂ કરતાં પહેલા ગ્રામ્ય કે તાલુકા કક્ષાએ સબંધિત કચેરીને અરજી કરેલી હોવી જોઇએ અને તે અનિર્ણીત હોવી જોઇએ. આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ હાજર રહી એક જ વિષયને લગતી રજૂઆત કરી શકાશે. સામૂહિક રજૂઆત કરી શકાશે નહી. આ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા નીતિ વિષયક બાબતો સિવાયની અરજીઓ સ્વિકારવામાં આવશે. જેની જાહેર જનતાને નોંધ લેવા જણાવવામાં આવે છે.
Recent Comments