ગુજરાતનાં મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલાં
કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલાં અણધાર્યા ફેરફારને કારણે ખેતી પાકોને થયેલાં નુકશાન અંગે
સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઉભા રહેવાનાં
દિશાનિર્દેશો આપ્યા છે.
રાજ્યમાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં આ કમોસમી વરસાદ પડ્યો છે. તેનાં લીધે ખેડૂતોનાં
ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિત લક્ષી અભિગમથી ખેડૂતોની
સહાયતા માટેની નેમ રાખે છે.
એટલું જ નહિં, રાજ્યમાં પાછલાં બે દાયકાઓથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ થયો
નથી તેવાં સંજોગોમાં આ વર્ષનાં આવાં વરસાદથી ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેની
તાત્કાલિક સમીક્ષા કરીને ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વની રાજ્ય
સરકાર સંપુર્ણ પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પાક લેવાનાં સમયે અસ પડેલ કમોસમી વરસાદ તેમજ તેની
વ્યાપકતા જોઈ, આવાં સંજોગો જવલ્લેજ ઉભાં થતાં હોય, ખાસ સંવેદનાથી રાજ્યનાં ખેડૂતોના હિતમાં
પાકને થયેલાં નુકશાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પચં રોજકામ કરી જરૂરી કાર્યવાહી કરી કોઈ ખેડૂતને
અડચણ ન થાય તે રીતે ૩ દિવસમાં કામકાજ પુરું થાય અને તેનો અહેવાલ રાજ્ય સરકારને તુરંત જ
મોકલવામાં આવે તે માટે ચીફ સેક્રેટરી, એ.સી.એસ. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગને સુચના આપી
હતી. જીલ્લા કલેકટર અને જીલ્લા વિકાસ અધિકારી તેમજ જીલ્લા ખેતીવાડી અધિકારીને તુરંતમાં જાણ
કરવા આદેશો આપ્યાં હતાં, જેથી ખેડૂતોને થયેલાં નુકશાન અંગે સહયોગ કરવામાં મદદરૂપ બની શકાય.
તેમણે કહ્યું કે, આ વિગતો જેટલી ઝડપથી મળી શકે તેટલી ઝડપથી સરકારને પહોંચાડીને
ખેડૂતોને થયેલાં નુકસાન સામે રાજ્ય સરકાર સહાયરૂપ થશે તેવો આપણો ધ્યેય છે.
મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં આ સંદર્ભમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યના જુદા-જુદા
જિલ્લાઓમાં ખેતી પાકોને થયેલાં નુકશાનની સમીક્ષા સહિતની બાબતોને પ્રાથમિકતા આપવા આ
જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી આ બેઠકમાં વિડિયો
કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતાં અને સંબંધિત જિલ્લાઓના નુકશાનની વિગતો પુરી પાડી હતી.
રાજ્યનાં મુખ્ય સચિવ શ્રી એમ.કે.દાસ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી અંજુ શર્મા,
મહેસુલ વિભાગનાં મુખ્ય સચિવ શ્રીમતી ડૉ. જયંતી રવી, નાણાં વિભાગનાં અગ્રસચિવ શ્રી ટી.નટરાજન
તથા મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્ર સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ અને સચિવ શ્રી ડૉ. વિક્રાંત પાંડે આ
અગત્યની બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
કમોસમી વરસાદથી થયેલ નુકશાન અંતર્ગત અમરેલી જીલ્લામાં રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયા,
સાંસદ ભરતભાઈ સુતરિયા, ધારાસભ્યો મહેશભાઈ કસવાલા, જે.વી.કાકડિયા, હીરાભાઈ સોલંકી,
જનકભાઈ તળાવિયાએ જીલ્લાનાં વિવિધ વિસ્તારનાં ખેતરો અને ખેડૂતોની મુલાકાત કરી હતી.
જગતાત માટે આફતનાં સમયે રાજ્ય સરકારનાં ઉદાર અભિગમ અને ઝડપથી સહાય ચૂકવવાના
વલણની અમરેલી જીલ્લા ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણીએ સરાહના કરી છે.




















Recent Comments