ગુજરાત રાજ્યના વિકાસ લક્ષી બજેટને આવકારતાનાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા

વિકસિત ગુજરાત ૨૦૪૭ની પરિકલ્પનાને સાકાર કરવાના પ્રયત્નોને ચરિતાર્થ કરવાની પ્રતિબધ્ધતા વ્યકત કરતું રૂ. ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડનું રજૂ થયેલ વિકાસલક્ષી બજેટ રાજ્યના સર્વાંગીણ વિકાસ માટે ખૂબ જ ઉપકારક બની રહેનાર હોય, રાજ્યના બજેટને હું આવકારું છું. રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ થયેલ બજેટ રાજ્યના ખેડૂતો, મહિલાઓ, વંચિતો, કારીગરો, ઉદ્યોગકારો, શ્રમિકો તથા આદિજાતિ લોકોના ઉત્થાન માટે મહત્વપૂર્ણ સાબિત થશે. રાજ્યના નાણામંત્રી દ્વારા વિધાનસભાની અંદર રજૂ કરવામાં આવેલા બજેટની વિક્રની રકમની જોગવાઈઓથી રાજ્યના શિક્ષણ, આરોગ્ય, કૃષિ, પ્રવાસન, મહિલા કલ્યાણ, આદિજાતિ વિકાસ, પર્યાવરણ અને સેવા તથા ઉદ્યોગ જેવા અનેક સેક્ટરોના વિકાસને બળ મળનાર હોય, પ્રજાલક્ષી આ બજેટને હું આવકારું છું.
Recent Comments