ગુજરાત

પશ્ચિમ રેલવે દ્વારા જન્માષ્ટમી તહેવાર નિમિત્તે વડોદરા- ડાકોર વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ ટ્રેન ચલાવવાનો નિર્ણય

આજે સ્વાતંત્ર દિવસ ત્યારબાદ જન્માષ્ટમી અને રવિવારની ત્રણ સળંગ રજાઓ છે. ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓ માટે જન્માષ્ટમી તહેવાર નિમિત્તે વડોદરા- ડાકોર વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. વડોદરા- ડાકોર વડોદરાથી તા.16ના રોજ રાત્રે 9:30 કલાકે ઉપડશે અને 11:15 કલાકે ડાકોર પહોંચશે. બીજા દિવસે તા. 17ના રોજ ડાકોર – વડોદરા ડાકોરથી રાત્રે 2 વાગ્યે ઉપડશે અને 3:30 કલાકે વડોદરા પહોંચશે. આ ટ્રેનને આણંદ અને ઉમરેઠ બંને દિશામાં સ્ટોપેજ આપ્યું છે.

તહેવારો દરમિયાન રેલ્વેમાં yatra કરતા લોકોને તકલીફ નો સામનો ના કરવો પડે તેથી પશ્ચિમ રેલવી દ્વારા આ એક સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે.

Related Posts