રાષ્ટ્રીય

શું છે પૂજા સ્થળ અધિનિયમ ૧૯૯૧? જેના પર સુપ્રીમ કોર્ટ ૧૨ ડિસેમ્બરે સુનાવણી કરશે

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેંચ ૧૨ ડિસેમ્બરે પ્લેસિસ ઑફ વર્શિપ એક્ટ ૧૯૯૧ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે. દેશભરમાં હિંદુ પક્ષો દ્વારા પિટિશન દાખલ કરવામાં આવી છે જેમાં પ્રાચીન મસ્જિદોના સર્વેક્ષણની માંગણી કરવામાં આવી છે જેથી તેની નીચે પ્રાચીન મંદિરના અવશેષોના અસ્તિત્વની પુષ્ટિ થાય. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે હિંદુ મંદિરોને તોડીને મસ્જિદો બનાવવામાં આવી છે. હાલમાં જ યુપીમાં સંભલની શાહી જામા મસ્જિદ, અજમેર શરીફ દરગાહ સહિત ઘણી જગ્યાએ આ વિવાદ સામે આવ્યો છે. આ મથુરાની શાહી ઇદગાહ અને જ્ઞાનવાપી મસ્જિદ જેવા કિસ્સાઓ જેવું જ છે.

આ વિવાદો અને અરજીઓએ પ્લેસ ઓફ વર્શીપ એક્ટ ૧૯૯૧ અંગે ચર્ચા જગાવી છે. આપને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટે પૂજા સ્થાન અધિનિયમ ૧૯૯૧ને પડકારતી અરજીઓની સુનાવણી માટે વિશેષ બેંચની રચના કરી છે. બેન્ચનું નેતૃત્વ ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા (ઝ્રત્નૈં) સંજીવ ખન્ના કરી રહ્યા છે, જ્યારે તેમાં બે અન્ય જજાે છે – જસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને પીવી સંજય કુમાર. પ્લેસ ઓફ વર્શીપ એક્ટ ૧૯૯૧ને લઈને કુલ છ પિટિશન દાખલ કરવામાં આવી છે, જેમાંથી સૌથી જૂની પિટિશન વર્ષ ૨૦૨૦ની છે. આ તમામ અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં એકસાથે સુનાવણી થશે. વર્ષ ૧૯૯૧માં તત્કાલિન વડાપ્રધાન પીવી નરસિમ્હા રાવની આગેવાની હેઠળની કોંગ્રેસ સરકારમાં પૂજા સ્થાનો અંગે કાયદો બનાવવામાં આવ્યો હતો. રામજન્મભૂમિ ચળવળ દરમિયાન વધતા તણાવ વચ્ચે પીએમ નરસિમ્હા રાવની સરકાર દ્વારા પૂજા સ્થાનો અધિનિયમ ૧૯૯૧ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. તત્કાલિન ગૃહમંત્રી એસ.બી.ચવ્હાણે જ્યારે લોકસભામાં આ બિલ રજૂ કર્યું ત્યારે ભાજપે આ બિલનો વિરોધ કર્યો હતો અને તેને સંયુક્ત સંસદીય સમિતિમાં મોકલવાની માગણી કરી હતી, પરંતુ ભાજપના વિરોધ છતાં બિલ પસાર થયું હતું. આ કાયદામાં ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ પહેલા કોઈપણ ધર્મના પૂજા સ્થળને તે સ્થિતિમાં જાળવવાની જાેગવાઈ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે તેને કોઈ અન્ય ધર્મના પૂજા સ્થળમાં બદલી શકાય નહીં.

પ્લેસ ઓફ વર્શીપ એક્ટ, ૧૯૯૧ની વિવિધ કલમોમાં કોઈ પણ ધર્મના પૂજા સ્થળને અન્ય કોઈ ધર્મના પૂજા સ્થળમાં રૂપાંતરિત થતા અટકાવવાની જાેગવાઈઓ છે. આ અધિનિયમની કલમ ૩ માં કોઈપણ પૂજા સ્થળને સંપૂર્ણ અથવા આંશિક રીતે અન્ય સંપ્રદાયમાં રૂપાંતરિત થવાથી અટકાવવાની જાેગવાઈ છે. – પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ, ૧૯૯૧ની કલમ ૪(૧)માં એક ધર્મના પૂજા સ્થળને બીજા ધર્મના પૂજા સ્થળમાં રૂપાંતરિત ન કરવાની જાેગવાઈ કરવામાં આવી છે. પૂજા સ્થળ અધિનિયમ, ૧૯૯૧ની કલમ ૪(૩) મુજબ, પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો, ઐતિહાસિક અને પ્રાચીન સ્મારકો અને ૧૯૫૮ના પુરાતત્વીય સ્થળોને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આ સાથે, તે તે વિવાદો પર લાગુ થશે નહીં જે પરસ્પર સંમતિથી ઉકેલાયા હતા – પૂજા સ્થાનો અધિનિયમ, ૧૯૯૧ ની કલમ ૫ એ જાેગવાઈ કરે છે કે આ કાયદો રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસ પર લાગુ થશે નહીં. તેના કારણે જ રામ મંદિરનું નિર્માણ શક્ય બન્યું હતું.

Related Posts