ભારત સરકાર દ્વારા રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ માટે ઘઉંનો લઘુતમ ટેકાના ભાવ રૂ. ૨,૫૮૫ પ્રતિ ક્વી.
જાહેર કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેઓના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે
માટે રવિ માર્કેટિંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા
નિગમ લિમિટેડ મારફતે કરવામાં આવનાર છે.
લઘુતમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવાની ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં
સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તા.૦૧/૦૨/૨૦૨૬ થી તા.૦૧/૦૩/૨૦૨૬ સુધી કરવામાં આવશે. તેમજ ઘઉંની
ખરીદી તા.૦૪/૦૩/૨૦૨૬ થી તા.૧૫/૦૫/૨૦૨૬ સુધી કરવામાં આવશે. ખેડુત ખાતેદારના બાયોમેટ્રિક
ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થાની ખરીદી કરવામાં આવશે.
ખેડૂત મિત્રોએ નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અધ્યતન ગામ નમુનો, ૭/૧૨,
૮/અ ની નકલ, તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨, ૮/અ ના થઈ હોય તો તલાટીના સહી સિક્કા વાળો
દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત, બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની
રહેશે. ખેડૂતોએ તેમના પાકનું લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા માટે સબંધિત ગ્રામ પંચાયતનો સંપર્ક કરી
ફરજિયાત ઓનલાઈન નોંધણી કરવાની રહેશે.
SMS – ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં
આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનુ આધારકાર્ડ/ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમિયાન
જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં ક્રમ રદ કરવામાં આવશે. વધુ માહિતી માટે
તથા નોંધણી માટે હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ પર સંપર્ક કરવાનો રહેશે.
રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૬-૨૭ અંતર્ગત ખેડુતો પાસેથી લઘુતમ ટેકાના ભાવે ઘઉંની સીધી ખરીદી કરવામાં આવશે


















Recent Comments