પત્નીએ દારૃ પીવાની ના પાડતાં પતિએ ગળાફાંસો ખાઇ જીવ દીધો
કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે પત્નીએ દારૃ પીવાની ના કહેતા પતિએ આપઘાત કર્યો હતો. મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા ૩૫ વર્ષના યુવાને માનસિક તણાવમાં આવીને ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું. જયારે બીજા બનાવમાં વાંકાનેરના કોટડાનાંયાણી ગામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામે રહેતા ભગવાનગર પ્રકાશગર રામદત્તી નામના ૩૬ વર્ષના યુવાનને દારૃ પીવાની ટેવ હતી. દારૃ પીને તે અવારનવાર ઝઘડો કરતા હોય, આ અંગે તેમના પત્ની મિતલબેને ભગવાનગરને દારૃ પીવા અંગે ઠપકો આપ્યો હતો.
આ બાબતે ભગવાનગર રામદત્તીને મનમાં લાગી આવતા તેમણે પોતાના ઘરે રૃમમાં પંખા સાથે દુપટ્ટા વડે પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા મોત થયું હતું. પ્રથમ બનાવમાં મોરબીના કાલિકા પ્લોટ શેરી નં.૪માં રહેતા પ્રેમજીભાઈ પુંજાભાઈ સોલંકી નામના યુવાન કામ ધંધો કરતા ના હતા. જેથી માનસિક તણાવમાં આવીને જાતે ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે. બીજા બનાવમાં વાંકાનેરના કોટડાનાયાણી ગામે રહેતા નરવા પંકજભાઈ નામના યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી. મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ ચલાવી છે.
Recent Comments