અખબારી યાદી: તા. ૦૫-૦૩-૨૦૨૫

• પાકિસ્તાનની જેલોમાં બંધ ગુજરાતી માછીમારો ને છોડાવા ડબલ એન્જિન સરકાર પાકિસ્તાનને આંખ અને ૫૬ ની છાતી ક્યારે બતાવશે? : અમિત ચાવડા
•પાકિસ્તાને જપ્ત કરેલી બોટો પાછી અપાવી ન શકો તો નવી બોટો લાવા આર્થિક પેકેજ જાહેર કરો:અમિત ચાવડા
•પાકિસ્તાનની જેલોમાં સબડતા ૧૪૪ ગુજરાતી માછીમારો અને જપ્ત કરાયેલી ૧૧૭૩ બોટો તાત્કાલિક છોડવો:અમિત ચાવડા
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી કાળ દરમિયાનના ભાષણોને ટાંકીને આજે માછીમારોની ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને જ્યારે આપણા માછીમારો માછીમારી કરવા માટે દરિયામાં જાય ભૂલ થી સરહદ ક્રોસ કરી જાય અને પાકિસ્તાનની નેવી ધરપકડ કરીને લઈ જાય, બોટો જપ્ત કરી લેતા ત્યારે નરેંદ્રભાઈ એમ કહેતા કે દેશની સરકાર નબળી છે, આંખમાં આંખ મિલાવીને પાકિસ્તાનની સરકાર ને કે નેવી ને જવાબ આપી શકતી નથી એની માટે ૫૬ ઇંચની છાતી જોઈએ,પણ આજે તેઓ ત્રીજી વખત દેશના વડાપ્રધાન બન્યા પછી પણ ગુજરાતના માછીમારો આજે પણ પાકિસ્તાનની જેલમાં બંધ છે, તેમની લાખો રૂપિયાની કિંમતની બોટો ત્યાં કાટ ખાઇ રહી છે.ગુજરાત કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમિત ચાવડા અને કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય શૈલેષભાઈ પરમાર ધ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે કેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં છે અને તેમની કેટલી બોટો જપ્ત કરવામાં આવી છે ? રાજ્ય સરકાર ધ્વારા માહિતી આપી કે આજે પણ રાજ્યના ૧૪૪ જેટલા માછીમાર પાકિસ્તાનની જેલમાં બંધ છે, જેલમાં યાતનાઓ સહન કરી રહ્યા છેઅને ૧૧૭૩ જેટલી બોટો પાકિસ્તાનની નેવી ધ્વારા રાજ્યના ભૂલથી સરહદ પાર કરી ગયેલા માછીમારોની જપ્ત કરવામાં આવેલી છે, આ બોટલમાંથી એક પણ બોટ આજ સુધી પરત આપવામાં આવી નથી.રાજ્ય સરકાર ધ્વારા આપવામાં આવેલ આ જવાબ મુદ્દે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે આપણા રાજ્યનાં માછીમારો માછીમારી કરવા સરહદ પર જાય અને ભૂલથી દરિયામાં આંતર રાષ્ટ્રીય સરહદ ક્રોસ કરી જાય છે. ૫૬ ની છાતીની વાતો કરવાવાળા, લાલ આંખ બતાવવા વાળા, આજે દેશના વડાપ્રધાન છે, ડબલ એન્જિનની સરકાર છે છતાં ગુજરાતનો માછીમાર પાકિસ્તાનની જેલમાં તડપે છે.અમિત ચાવડાએ રાજ્ય સરકાર પાસે અને પ્રધાનમંત્રી પાસે માંગણી કરી કે આ માછીમારોને પરત ભારત લાવવા માટે પ્રધાનમંત્રી પાકિસ્તાનને લાલ આંખ બતાવે અને આ જેલ બંધ માછીમારોના પરિવારના આર્થિક ગુજરાન માટે તેમની બોટો પણ પરત લાવે અથવા તો આ પરિવારને બોટો આપવા સ્પેશ્યલ પેકેજ જાહેર કરે.
Recent Comments