fbpx
અમરેલી

શાખપુર જર્જરિત અવસ્થાની કુમાર શાળા પાડવા ની દરખાસ્ત માં ઈજનેર અભિપ્રાય ક્યારે આપશે ?

દામનગર  ના શાખપુર કુમાર શાળા ના બાળકો જે અભ્યાસ કરી રહ્યા છે તે શાળાના રૂમ અતિ જર્જરીત અને વર્ષો જૂના હોય જેથી ગમે ત્યારે તૂટી અને આકસ્મિક બનાવ બનવાની પૂરેપૂરી સંભાવના હોય જેથી શાળાની એસએમસી કમિટી આચાર્યશ્રી અને શાખપુર ગામના સરપંચ શ્રી જસુભાઈ ખુમાણે આ રૂમ તોડી પાડવા માટેની દરખાસ્ત પણ કરેલી હોય ઘણો સમય વીતી ગયો હોવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી તો આ બાળકો ભગવાન ભરોસે અભ્યાસ કરી રહ્યા છે ગમે ત્યારે કોઈપણ પ્રકારનો રૂમ તૂટી અને બાળકો ઉપર અભ્યાસમાં આવ્યો તો જાનનું જોખમ થઈ શકે છે જેથી વહેલી તકે આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવે જુના રૂમો તોડી અને શાખપુર કુમાર શાળાના નવા રૂમ માટેની મંજૂરી આપવામાં આવે તેવી રજૂઆત શાખપુર ગામના સરપંચ શ્રી જશુભાઈ ખુમાણે ધારાસભ્ય શ્રી સાંસદ શ્રી અને મુખ્યમંત્રી વેબ પેજ ઉપર રજૂઆત કરવામાં આવી છે શાળાના જર્જરીત રૂમો પાડવા અંગે ના અભિપ્રાય  ઇજનેર શ્રી તાત્કાલિક આપે એ પણ જરૂરી શાળા નું ટ્રક્ચર જર્જરિત સ્પામ પૂર્ણ થયેલ હોય ઈજનેર તરફ થી વહેલી તકે અભિપ્રાય મળે તેની રાહ માં ગ્રામજનો 

Follow Me:

Related Posts