અમરેલી

પૂર્વ પાલિકા સદસ્ય સામે લેન્ડ ગ્રીબીગ કેસ માં થયેલ હુકમ નો અમલ ક્યારે ? સાર્વજનિક રસ્તા ની જમીન ઉપર મકાન બનાવી લેતા નેતા સામે જિલ્લા વહીવટી તંત્ર ને ૪૯ લેખિત ફરિયાદો મળી હોવા નો એકરાર

દામનગર નગરપાલિકા ના પૂર્વ સદસ્ય એ જાહેર રસ્તા ની જમીન ઉપર મકાન બનાવી લેતા રસ્તો સાંકડો બનતા લેન્ડ ગ્રેબિન ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ હેઠળ ની ઓન લાઈન અરજ નં ૪૧૩૦૩૨૨૦૦૦૬૪૬૪  સંદર્ભ માં તા.૦૮/૦૪/૨૩ ના રોજ નં ચિ/જમન/૨/લેન્ડ ગ્રેબીગ/ વશી/૬૪૬૪/૨૦૨૩ થી તા ૧૯/૦૪/૨૩ ની જિલ્લા કક્ષાએ બેઠક માં સભ્ય સચિવ વ જિલ્લા કલેકટર શ્રી અમરેલી દ્વારા હુકમ કરાયો હતો વિવિધ કચેરી ઓના અભિપ્રાય અવલોકન રેકર્ડ તપાસ બાદ જાહેર રસ્તા ની ૨.૬૬ ચોમી જમીન માં દબાણ નગરપાલિકા અધિનિયમ તળે હટાવવા આદેશ નું પાલન ક્યારે ? લેન્ડ ગ્રેબીગ ઉપરાંત પાલિકા ના પૂર્વ સદસ્ય એ જાહેર રસ્તા ની જમીન ઉપર મકાન બનાવી લેતા સ્થાનિક રહીશો ની ૪૯ જેટલી લેખિત ફરિયાદો પણ મળી હોવા ની સ્પષ્ટ પણે જિલ્લા કલેકટર શ્રી અમરેલી ના નં દબાણ/વશી/૩૨૮/૩૫૦.૩૬૧થી ૩૮૪.૩૫૪.૩૮૬/૨૦૨૦ તા .૨૧/૦૮/૨૦ થી સાર્વજનિક રસ્તો સાંકડો બનાવી લેતા પૂર્વ પાલિકા સદસ્ય સામે પાલિકા તંત્ર ક્યારે પગલાં લેશે ? લેન્ડ ગ્રેબીગ ના જિલ્લા કલેકટર ના હુકમ નો અમલ ક્યારે કરાશે ? શુ ગુજરાત રાજ્ય ની કોઈ નામદાર સક્ષમ કોર્ટ નો મનાઈ હુકમ આ દબાણ સંદર્ભ માં છે ? તંત્ર કોની લાજ રાખે છે ? વર્તમાન સત્તાધારી પક્ષ દ્વારા આવો પરિવાર વાદ કેમ ? કડક કાયદા ની દુહાઈ લેન્ડ ગ્રેબીગ એકટ નો હાઉ ઉભો કરી દેખાવજ કરવાનો ? પાલિકા ના સત્તાધીશો ની હાલત સાપે ચચુંદર ગળ્યા જેવી સ્થાનિક પાલિકા તંત્ર ની મહેરબાની એજ દબાણ કરાયું હવે દબાણ હટાવવું પડે એ કેમ ? તંત્ર માટે મુંજવણ ઉભી થઇ  સ્થાનિક કક્ષા એથી ૪૯ જેટલી લેખિત ફરિયાદ અને હુકમ નો અમલ નથી થયો તેનો પ્રાંત લાઠી દ્વારા પણ એકરાર જિલ્લા વહીવટી ના સક્ષમ અધિકારી ના હુકમ નો આવો અનાદર કેમ ? 

Related Posts