અમરેલી

સાવરકુંડલા શહેરમાં -સિનિયર સિટીઝનો માટે સિટીઝન પાર્ક કયાં???

પૂરતાં પ્રમાણમાં વેરા ભરી જીંદગીનો મોટો હિસ્સો વ્યતિત કરનારને સિનિયર સિટીઝન વર્ગને સિનિયર સિટીઝન પાર્કની જાહેર સુવિધા વિહોણો કેમ રહે?? 

ચૂંટણી સમયે વાયદાઓ થાય છે પરંતુ ચૂંટણી પછી ધબોય નમાહઃ

સાવરકુંડલા શહેરમાં સિનિયર સિટીઝનો માટે સિટીઝન પાર્ક કેટલા..? ગામતળની ભાષામાં કહીએ તો જેને ગામનો ચોરો કહે તેવા પણ શહેરના વયોવૃદ્ધ નાગરિકો માટે બેસવા હરવા કરવાના જાહેર સ્થળો કયાંય છે ખરાં? હા, કોઈ મંદિરના ઓટલે કદાચ વયોવૃદ્ધ લોકો ઈશ્વરનું સ્મરણ કરતાં બેઠા હોય છે. પરંતુ મુક્તરીતે રીતે નિરાંતની પળોમાં વ્યસ્ત થવા માટે જુવાનિયાની ભીડ વચ્ચે વયોવૃદ્ધોને ભારે અકળામણ થતી હોય એ પણ નિશ્ચિત છે. ઘરમાં પણ લાંબો સમય વિતાવવો વયોવૃદ્ધ નાગરિકો માટે કપરો હોય છે. સાવરકુંડલા શહેરમાં એક લટાર લગાવતાં એ તો સ્પષ્ટ જાણવા મળ્યું કે આવા સિનિયર સિટીઝનો માટે સિટીઝન પાર્કનો અભાવ જોવા મળે છે. લગભગ સાંઈઠ વર્ષ સુધી નોકરી, મજૂરી, વેપાર કે અન્ય વ્યવસાયો કરીને સરકારને પણ યથાયોગ્ય પરોક્ષ અને પ્રત્યક્ષ વેરા ભરીને દેશના વિકાસ માટે જેનું મોટું યોગદાન હોય છે તંત્ર તેવા વયોવૃદ્ધ નાગરિકોના સુખાકારીની સગવડો માટે ઊણું ઊતરતું જોવા મળે છે.  આમ પણ સિનિયર સિટીઝનોની સંખ્યા પણ માતબર હોય છે.. લગભગ કુલ આબાદીના એક તૃતીયાંશ આબાદી તો વયોવૃદ્ધ લોકોની હોય છે એટલે એની પ્રાથમિક સુખ સુવિધા વિશે પણ સરકાર દ્વારા પૂરતાં પ્રમાણમાં પ્રયાસો કરવા જરૂરી છે. સાવરકુંડલા શહેરમા આવેલ મોટાભાગની સોસાયટીમાં આવેલા જાહેર સાર્વજનિક પ્લોટોમાં મંદિરો તો જોવા મળે છે.પરંતુ સિનિયર સિટીઝન પાર્ક માટે પણ તંત્ર દ્વારા ઠોસ આયોજન કરવામાં આવે તો સિનિય સિટીઝનોએ જ્યાં ત્યાં કોઈના ઓટા પર ન બેસવું પડે. સાવરકુંડલા શહેરમાં વયોવૃદ્ધ લોકો માટે પૂરતા પ્રમાણમાં સિનિયર સિટીઝન પાર્ક બને તે ઈચ્છનીય છે. અને સમયની માંગ પણ છે.. જ્યારે સાવરકુંડલા શહેરમાં વિકાસની વાતોએ વેગ પકડ્યો હોય ત્યારે સાવરકુંડલા શહેરમાં પણ વોર્ડ વાઇઝ સિનિયર સિટીઝન પાર્કનું નિર્માણ કરવા અંગે સિનિયર સિટીઝન સંગઠન સાવરકુંડલાનાં પ્રવક્તા બિપીનભાઈ પાંધીએ જાહેર માંગ કરી.

Related Posts