અમરેલી

બદલતાં મૌસમના પરિપેક્ષમાં શિયાળો કયાં? હમ કુછ નહી કહતે યે તસવીર કહતી હૈં..

સાવરકુંડલા શહેરમાં આજે આમ તો સવારે જ વાદળિયું વાતાવરણ જોવા મળેલ. અને દિવસભર સૂરજનારાયણ વાદળો સાથે સંતાકૂકડી રમતા જોવા મળેલ. 

આ લખાય છે ત્યારે લગભગ સવા ચારના સમયે લીધેલી આ તસવીર અને મૌસમનો મિજાજ જાણે પૂછે છે કે ભાઈ આ વાદળોની વચ્ચે શિયાળો કે ?? 

આ ડિસેમ્બરના અંતિમ દિવસે સૂરજનારાયણને પણ જાણે થર્ટી ફર્સ્ટ મનાવવું નહી હોય એટલે રિસાઈને વાદળો સાથે સંતાકૂકડી રમતાં હશે?  આમ  બદલતાં ઋતુ ચક્રમાં હવે એ કહેવું મુશ્કેલ થાય છે કે ડિસેમ્બરના અંતિમ દિવસે પ્રકૃતિ જાણે રૂઠી..? કે પછી સૂર્યનારાયણ વાદળો પાછળ છુપાઈને પ્રકૃતિના દોહનનો અણગમો વ્યકત કરતાં હોય તેવું દ્રશ્ય તો નથી’ને?? .  પ્રસ્તુત તસવીર સાવરકુંડલા શહેરની આંખની હોસ્પિટલ આસપાસની છે.બસ આવો જ જો મૌસમનો મિજાજ રહ્યો તો પછી કેલેન્ડરમાં ઋતુ ચક્રની ઓળખ  મુશ્કેલ બનશે.

કદાચ આવી પરિસ્થિતિનું નિર્માણ પ્રકૃતિના દોહનને કારણે તો નહીં હોયને? સમજદાર કો ઇશારા કાફી.!! બસ હવે બસ પ્રકૃતિ જો એનું ગંભીર રૌદ્ર સ્વરૂપ બતાવશે તો એને નાથવા સરકારો ટૂંકી પડશે. હજુ પણ સમય છે વિકાસની પરિભાષા પર્યાવરણના હનનના ભોગે ન હોવી જોઈએ.. અરવલ્લી એનું જીવતું જાગતું દ્રષ્ટાંત છે..

Related Posts