fbpx
રાષ્ટ્રીય

WHOની Covid-૧૯ને લઈને કહ્યું કે “હવે કોરોના વાયરસ નથી ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી”

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે ઉૐર્ં એ ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ કોવિડ-૧૯ ને વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી એટલે કે ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી હતી. ત્યારપછીથી કોરોનાએ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો તેને લઈ ૧૧ માર્ચ ૨૦૨૦ ના રોજ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોવિડ-૧૯ ને મહામારી જાહેર કરી હતી. પરંતુ ૩ વર્ષ પછી લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે કે ઉૐર્ં એ કોરોના વાયરસને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીની કેટેગરીમાંથી હટાવી દેવામાં આવ્યો છે. પત્રકારો સાથે વાત કરતાં ઉૐર્ં ના વડા ડો. ટેડ્રોસે કહ્યું હતું કે, ઉૐર્ંની ઈમરજન્સી કમિટીના નિષ્ણાંતોની ૧૫મી બેઠક મળી હતી જેમાં કોરોના મહામારીને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીની શ્રેણીમાંથી હટાવવા સલાહ આપી હતી. મહત્વનું છે કે જ્યારે ઉૐર્ં કોઈ રોગને ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી તરીકે જાહેર કરે છે તો તેના તમામ સભ્ય દેશોએ પણ તે રોગને હેલ્થ ઈમરજન્સી તરીકે જાહેર કરી અને તેનો ફેલાવો રોકવા માટે કડક પગલાં લેવા પડે છે. કોવિડ-૧૯ હવે ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી નથી તે જાહેરાત કરતાં ઉૐર્ં દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે લોકો હજુ પણ કોરોનાથી મરી રહ્યા છે, બીમાર થઈ રહ્યા છે, આઈસીયુમાં દાખલ કરવા પડે છે તેથી હજુ પણ સાવધાની રાખવાની જરૂર છે. કોવિડ-૧૯ને ફક્ત ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીની કેટેગરીમાંથી દૂર કરવામાં આવે છે પરંતુ તેનાથી કોરોનાનો અંત નથી આવતો. મહત્વનું છે કે ઉૐર્ં એ ૩૦ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ કોવિડ-૧૯ ને આરોગ્ય કટોકટી તરીકે જાહેર કર્યું હતું હવે ૩ વર્ષ પછી કોરોના ગ્લોબલ હેલ્થ ઈમરજન્સીની કેટેગરીમાંથી બહાર છે. પરંતુ આ ૩ વર્ષ દરમિયાન કોવિડ-૧૯ ને કારણે વિશ્વભરમાં ૬૯ લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Follow Me:

Related Posts