રાષ્ટ્રીય

કોણ બની શકે છે ભાજપમાંથી દિલ્હીના નવા મુખ્યમંત્રી..??

દિલ્હીમાં ૭૦ વિધાનસભા બેઠકો છે અને અહીં સરકાર બનાવવા માટે ૩૬ બેઠકોની જરૂર છે. ભાજપ આ આંકડાથી ઘણું આગળ હોય તેવું લાગે છે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન નબળું રહ્યું છે. આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ – અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સોમનાથ ભારતી ચૂંટણી હારી ગયા છે.
હવે ભાજપમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે દિલ્હીના મુખ્યમંત્રી કોણ હશે. ભાજપ કોઈપણ રાજ્યમાં મુખ્યમંત્રી કેવી રીતે બનાવે છે અને તેની રણનીતિ શું છે તે આજ સુધી કોઈ સમજી શક્યું નથી. લાંબા સમય અને અથાક સંઘર્ષ પછી પાર્ટીએ રાષ્ટ્રીય રાજધાનીમાં જીત મેળવી હોવાથી, પાર્ટીમાં ઘણા એવા નેતાઓ છે જે દિલ્હીના મુખ્યમંત્રી બનવાના દાવેદાર છે.
દિલ્હીના મુખ્યમંત્રી પદની રેસમાં જે નામો પર વિચાર થઈ રહ્યો છે તેમાંથી કોઈપણ નામને મુખ્યમંત્રી પદ મળે તે જરૂરી નથી. એવું પણ શક્ય છે કે સંગઠનમાંથી કોઈ નેતાને લાવીને દિલ્હીની કમાન સોંપવામાં આવે અને આમાંથી કોઈપણ બે મોટા ચહેરાઓને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવે. જાે આપણે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં તાજેતરની ચૂંટણીઓ પર નજર કરીએ તો એવું લાગે છે કે દિલ્હીના મુખ્યમંત્રી જે પણ બનશે, જાતિ અને પ્રાદેશિક સમીકરણોને સંતુલિત કરવા માટે બે મોટા નેતાઓને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે.

દિલ્હીના મુખ્યમંત્રી પદની રેસમાં પ્રવેશ વર્માનું નામ સૌથી આગળ છે કારણ કે ભાજપે તેમને નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલ સામે મેદાનમાં ઉતાર્યા હતા. પ્રવેશ વર્મા પોતે ૧૦ વર્ષથી દિલ્હીની પશ્ચિમ દિલ્હી બેઠક પરથી સાંસદ છે અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર છે.
દિલ્હીના રાજકારણમાં ગ્રામીણ વિસ્તારો મોટી ભૂમિકા ભજવે છે અને જાટ અને ગુર્જર સમુદાયો ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ પ્રભાવશાળી છે. પ્રવેશ વર્મા જાટ સમુદાયમાંથી આવે છે. આવી સ્થિતિમાં, ભાજપ તેમના પર દાવ લગાવી શકે છે. પરવેશ વર્મા પર દાવ લગાવીને, ભાજપ એ નારાજગી પણ દૂર કરી શકે છે કે તેણે હરિયાણામાં આ સમુદાયમાંથી કોઈને મુખ્યમંત્રી ન બનાવ્યા, જ્યાં ૨૫ ટકા જાટ વસ્તી છે. મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તે પ્રશ્નના જવાબમાં પ્રવેશ વર્માએ કહ્યું, ‘અમારા પક્ષમાં, ધારાસભ્ય પક્ષ (મુખ્યમંત્રીનો ચહેરો) નક્કી કરે છે અને પછી પક્ષનું નેતૃત્વ તેને મંજૂરી આપે છે.’ તેથી પક્ષનો ર્નિણય બધાને સ્વીકાર્ય રહેશે.

આ પછી, મનોજ તિવારી પણ દિલ્હીના રાજકારણમાં એક મોટું નામ છે. તેઓ દિલ્હી ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે અને સતત ત્રીજી વખત ઉત્તર પૂર્વ દિલ્હીથી સાંસદ તરીકે ચૂંટાયા છે. આ વખતે, ભાજપે દિલ્હીની સાતમાંથી છ લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવારો બદલ્યા હતા, પરંતુ મનોજ તિવારીની ટિકિટ રદ કરવામાં આવી ન હતી.
મુખ્યમંત્રી પદની રેસમાં વિજેન્દ્ર ગુપ્તા પણ એક મોટું નામ છે. વિજેન્દ્ર ગુપ્તા દિલ્હીમાં છેલ્લી ઘણી ચૂંટણીઓમાં સતત જીત્યા છે. તેઓ વૈશ્ય સમુદાયમાંથી આવે છે અને દિલ્હીના રાજકારણમાં આ સમુદાયનો ખૂબ સારો પ્રભાવ છે. વિજેન્દ્ર ગુપ્તાએ દિલ્હી વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા જેવા મોટા પદ પર કામ કર્યું છે અને તેઓ કેજરીવાલ સરકાર વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરવામાં પણ મોખરે હતા.

મુખ્યમંત્રીની પસંદગી અંગે ભાજપે ઘણીવાર આશ્ચર્યજનક ર્નિણયો લીધા છે. આમાં રાજસ્થાનમાં ભજનલાલ શર્મા, મધ્યપ્રદેશમાં ડૉ. મોહન યાદવ, છત્તીસગઢમાં વિષ્ણુ દેવ સાઈ, ઓડિશામાં મોહન ચરણ માંઝી જેવા નામોનો સમાવેશ થાય છે.

હવે જાે ભાજપ દિલ્હીમાં મહિલા મુખ્યમંત્રી બનાવે છે તો, ભાજપના સાંસદોમાંથી એક નેતાને મહિલા ચહેરા તરીકે પણ પસંદ કરી શકે છે. આમાં નવી દિલ્હીના સાંસદ બાંસુરી સ્વરાજ અને પશ્ચિમ દિલ્હીના સાંસદ કમલજીત સેહરાવતના નામનો સમાવેશ થાય છે, તેમજ ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને મીનાક્ષી લેખીના નામ પણ મુખ્યમંત્રી પદની રેસમાં છે.

Follow Me:

Related Posts