દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાયા બાદ શનિવારે આવ્યા હતા જેમાં સૌથી મોટો અપસેટ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ચૂંટણીમાં હારનો છે અને તેમને ચૂંટણીમાં હરાવનારા પરવેશ વર્મા સાહિબ સિંહ વર્મા છે. આ બેઠક પરથી કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિત પણ ચૂંટણી લડી રહ્યા હતા.
૨૦૨૫ની દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા પરવેશ સાહિબ સિંહ વર્માએ “કેજરીવાલ હટાઓ, દેશ બચાવો” નામનું એક અભિયાન શરૂ કર્યું, જેમાં વર્તમાન છછઁ વહીવટીતંત્રની તેની પ્રાથમિક પ્રતિબદ્ધતાઓ પૂર્ણ ન કરવા બદલ ટીકા કરવામાં આવી. પોતાના પ્રચારમાં તેમણે દિલ્હી સરકારની આકરી ટીકા કરી હતી. આ દરમિયાન તેમણે પ્રદૂષણ સંબંધિત ચિંતાઓ, મહિલાઓની સુરક્ષા અને નાગરિક માળખાગત સુવિધાઓના વિકાસના મુદ્દાઓ ઉઠાવ્યા. તેમણે યમુનાની સફાઈનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
પરવેશ સાહિબ સિંહ વર્માનો રાજકારણમાં પ્રવેશ ૨૦૧૩ માં શરૂ થયો હતો, જ્યારે તેમણે મહેરૌલી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરીને દિલ્હી વિધાનસભા જીતી હતી. સાંસદ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેઓ સંસદસભ્યોના પગાર અને ભથ્થાં પરની સંયુક્ત સમિતિના સભ્ય રહ્યા છે. તેમણે શહેરી વિકાસ અંગેની સ્થાયી સમિતિમાં કામ કર્યું છે. પરવેશ વર્મા સાહિબ સિંહ વર્મા દિલ્હીના એક અગ્રણી રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. પરવેશ વર્મા સાહિબ સિંહ વર્મા પૂર્વ ભાજપ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી સાહિબ સિંહ વર્માના પુત્ર છે. તેમના કાકા આઝાદ સિંહ ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર તરીકે સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે ૨૦૧૩ ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપની ટિકિટ પર મુંડકા મતવિસ્તારમાંથી પણ ચૂંટણી લડી છે. ૧૯૭૭માં જન્મેલા પરવેશ વર્માએ દિલ્હી પબ્લિક સ્કૂલ, આરકે પુરમમાંથી પોતાનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યું અને બાદમાં દિલ્હી યુનિવર્સિટીની કિરોરીમલ કોલેજમાંથી સ્નાતક થયા. આ પછી તેણે ફોર સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી સ્મ્છ કર્યું છે.
કોણ છે ભાજપના પરવેશ વર્મા જેમને દિલ્હીના ભૂતપૂર્વ ઝ્રસ્ અરવિંદ કેજરીવાલને હરાવ્યા



















Recent Comments