ભાવનગર

કોન બનેગા એકવીશ હજારપતિ

આજુબાજુના ધોરણ ૮ ના 1430 બાળકોને મળ્યો અદભુત અનુભવ

રાળગોન ગામની જ્ઞાનમંજરી સ્કૂલમાં યોજાઈ કોન બનેગા એકવીશ હજારપતિ સ્પર્ધા

ખારડી પ્રાથમિક શાળાના ભંમર ભોજાભાઈ રાઘાભાઈ બન્યા એકવીશ હજારપતિ સ્પર્ધાના વિજેતા

                                 ગ્રામ્યવિસ્તારના બાળકોને કોન બનેગા કરોડપતિ જેવા શો નો અનુભવ કરાવવા શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ-રાળગોનમાં દરવર્ષે માર્ચ મહિનામાં આ ભવ્ય શો નું આયોજન કરવામાં આવે છે .જેમાં ધોરણ ૮ ના બાળકો ખુબ ઉત્સાહ પૂર્વક ભાગીદાર બને છે .

તળાજા તાલુકાના રાળગોન ગામની શ્રી જ્ઞાનમંજરી સ્કૂલમાં તા. ૩૧/૦૩/૨૦૨૬ મંગળવાર દિવસે આજુબાજુના ૭૮ ગામના ધોરણ ૮ ના વિધાર્થીઓની કોન બનેગા એકવીશહજારપતિ સ્પર્ધા યોજાઈ હતી. શાળામાં દર વર્ષે આ સ્પર્ધાનું આયોજન કરી વિધાર્થીઓની માનસિક ક્ષમતામાં વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. સાથે ભાગીદાર બનનાર તમામ વિધાર્થીઓને પ્રમાણપત્ર અને શુભેચ્છા ભેટ શાળા તરફથી આપવામાં આવે છે .આ સ્પર્ધામાં બાળકોને રાઉન્ડ મુજબ પ્રશ્નો પૂછવામાં

આવે છે. દરેક સાચા જવાબ માટે પ્રોત્સાહન રકમ પણ એનાયત કરવામાં આવે  છે. આ સ્પર્ધામાં નવ રાઉન્ડનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં નવમાં રાઉન્ડ સુધી સાચા જવાબ આપનાર બાળકને એકવીશ હજાર નું રોકડ પુરસ્કાર ઇનામ આપવામાં આવેલ જેમાં શ્રી ખારડી પ્રાથમિક શાળાના ધોરણ ૮ ના વિધાર્થી ભંમર ભોજાભાઈ રાઘાભાઈ પોતાની બુદ્ધિ શક્તિના પ્રભાવે નવમો રાઉન્ડ જીતીને ૨૧૦૦૦ નું રોકડ પુરસ્કાર પ્રાપ્ત કરેલ છે. આ સિવાય અન્ય બાળકોમાં સાલોલી ગામના કાગ પ્રદીપભાઈ જીલુભાઈ તથા માખણીયા બેલડીયા તિશા બળવંતભાઈ જેમણે ૫૦૦૦ જેવી રકમો જીતીને સ્પર્ધાનો મનભરીને  આનંદ માણ્યો હતો. આ ઉપરાંત આસપાસની લગભગ 100 જેટલી શાળાઓમાં લેવાયેલ ધોરણ 9 ની પ્રવેશ પરીક્ષામાં શાળા દીઠ પ્રથમ ત્રણ ક્રમે રહેલા વિધાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આસપાસની શાળાના શિક્ષકશ્રીઓ, આચાર્યશ્રીઓ, આગેવાનશ્રીઓ તેમજ વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વિધાર્થીઓને બિરદાવ્યા હતા. આ સિવાય વિધાર્થીઓએ ચિત્ર, ગાયન, નૃત્ય, અભિનય, વકૃત્વ જેવી સ્પર્ધામાં બાળકોએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ઇનામો પ્રાપ્ત કર્યા હતા.

Related Posts