અમરેલી બહુચર્ચિત પાયલ ગોટી લેટરકાંડ મુદ્દે પ્રધાન મંત્રી ને પત્ર પાઠવતા પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુંમર
શ્રી નરેન્દ્રભાઇ મોદી રૂઆ માન.વડાપ્રધાનનશ્રી,ભારત સરકાર ન્યુ દિલ્હી ને ઉદેશી લખાયેલ પત્ર માં એક અવિવાહિત શિક્ષીત યુવા મહિલાને ગેરકાયદેસર ધરપકડ સંદર્ભે થયેલ અન્યાય બાબતે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત રાજ્યના આપણા અમરેલી જિલ્લાનાં અમરેલી તાલુકાનાં વિઠ્ઠલપુર ખંભાળીયા ગામે પાયલબેન ગોટી નામની એક અવિવાહિત શિક્ષીત યુવા મહિલા સામાન્ય નોકરીયાત તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ને ત્યાં કામ કરતી હતી. આપના પક્ષના આંતરિક ઝગડાઓના કારણે એકબીજા જુથ પર પત્ર વ્યવહાર સંદર્ભે ફરીયાદ થતા. આ અબળા નારી મુખ્ય આરોપી બનાવી તેમની મધરાત્રે ધરપકડ કરી અને અમાનુસી માનસીક ત્રાસ આપવામાં આવેલો હતો. આ સંદર્ભે સમગ્ર રાજ્યમાં સ્ત્રીઓ પ્રત્યે તંત્રનું વલણ ટીકા પાત્ર બનેલું હોય, આ યુવતીએ ન્યાયની ગુહાર ઉચ્ચ ન્યાયાલય મારફતે માંગણી કરેલ છે. રાજ્ય સરકારના તંત્ર દ્વારા ગૃહ સચિવશ્રી આ અંગે યોગ્ય પ્રત્યુત્તર ન પાઠવતા હાલ આપને આ અંગે વધુ રજુઆત કરવા અને ન્યાયીક માંગણીને આપના દ્વારા ઉકેલ માટેના આશયથી પત્ર આપને લખેલ છે જે સંદર્ભે આપને હું અંગત એક અબળા ગુજરાતની દિકરીને યથોચિત ન્યાય મળે તે સંદર્ભે કાર્યવાહી કરવા હું આપને રજુઆત સહ આગ્રહભરી વિનંતી કરૂં છું. આ સાથે પીડિતાએ આપને લખેલ પત્રની નકલ સામેલ છે.તેમ
વિરજીભાઇ ઠુંમર જણાવ્યું હતું અને આ અંગે રાજ્ય ના ધારા સભ્ય સાંસદ શ્રી સહિત સમાજ ના સંગઠનો ને પત્ર પાઠવી ન્યાય ની માંગ કરી છે (૧) મહામહિમ રાષ્ટ્રપતિશ્રી, દ્રોપદી મુર્ભુજી, ભારત સરકાર નવી દિલ્હી (૨) માન. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી, અમિતભાઇ શાહ, ગૃહ મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હી
(3) ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષશ્રી, જે.પી.નડ્ડા, કંમલમ્ કાર્યાલય, નવી દિલ્હી (૪) શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ, માન.મુખ્યમંત્રીશ્રી (ગુ.રા.) ગાંધીનગર (૫) શ્રી હર્ષભાઇ સંઘવી માન.ગૃહમંત્રીશ્રી (ગુ.રા.) ગાંધીનગર – (૬) શ્રી સી.આર.પાટીલ ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી, અમદાવાદ (૭) શ્રી ભરતભાઇ સુતરીયા, સંસદસભ્યશ્રી, અમરેલી (૮) શ્રી પરશોત્તમભાઇ રૂપાલા, સંસદસભ્યશ્રી, રાજકોટ (૯૦ શ્રી જે.વી.કાકડીયા ધારાસભ્યશ્રી પારી-તરફ (૧૦) શ્રી મહેશભાઇ કસવાલા, ધારાસભ્યશ્રી સાવરકુંડલા (૧૧) શ્રી હિરાભાદ) સોલંકી, ધારાસભ્યશ્રી, રાજુલા (૧૨) શ્રી જનકભાઇ તળાવીયા, ધારાસભ્યશ્રી લાઠી (૧૩) શ્રી દિલીપભાઇ સંઘાણી, ચેરમેનશ્રી ઇફકો, અમદાવાદ
(૧૪) શ્રી નારણભાઇ કાછડીયા પુર્વ સંસદ સભ્યશ્રી, અમરેલી (૧૫) શ્રી બાવકુંભાઇ ઉપાડ પૂર્વ ધારાસભ્યશ્રી, અમરેલી (૧૬) શ્રી ડો.ભરતભાઇ કાનાબાર પુર્વ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી, અમરેલી (૧૭) શ્રી હિરેનભાઇ હિરપરા પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખશ્રી, અમરેલી (૧૮) શ્રી અતુલભાઇ કાનાણી જીલ્લા ભાજપ પ્રમુખશ્રી અમરેલી (૧૯) શ્રી નરેશભાઇ પટેલ ખોડલધામ સમીતિ ટ્રસ્ટ કાગવડ (૨૦) શ્રી જયેશભાઇ રાદડીયા, ધારાસભ્યશ્રી, જેતપુર (૨૧) શ્રી સુરેશભાલ દેસાઈ પ્રમુખશ્રી અમરેલી જીલ્લા ખોડલધામ સમિતી કન્વીનરશ્રી, કાગવડ (૨૨) પ્રમુખશ્રી લેઉઆ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી સહિત અનેક ને પત્ર પાઠવી ન્યાય ની માંગ કરી છે જોવા નું એ રહ્યું કે સમાજ માટે કોનું જમીર જાગે છે
Recent Comments