અમરેલી

આંખોમેં જલન સાઁસોંમેં તૂફાન સા ક્યોં હૈ..?? ઈસ હાલાતમેં હર શખ્સ પરેશાઁ સા ક્યોં હૈ??? 

તોબા! તોબા! તોબા!

ચારે કોર ” તોબા” ” તોબા” ના પોકારો સંભળાઈ રહ્યા છે 

વરસાદથી તોબા!

વાવાઝોડાથી તોબા!

પાકને નુકશાનથી તોબા!

ખેડૂતોની માંગથી તોબા!

વિરોધ પક્ષના ધરણાથી તોબા!

ત્યારે……

રાજ ( કપૂર)સાહેબનું જૂનું હિન્દી ફિલ્મી ગીત યાદ આવે છે!ગીતના શબ્દો કંઈક આવા છે….યાદ આઈ આધી રાત કો ….કલ રાત કી તોબા…..!

અને શ્રીમાન જોષીને એક વધુ ” તોબા” યાદ આવી જાય છે.(” એક વધુ તોબા” આવું એટલે લખી રહ્યા છીએ કે …સ્વદેશી માટે જ્યારે શ્રી નરેન્દ્રભાઈએ ઉપાડો લીધો !( રાજકીય લાભ ખાટવા?? ) તાજેતરમાં ,ત્યારે એક ” તોબા” શ્રીમાન જોષીએ યાદ કરાવેલ , જેમાં સિહોર ( તે સમયનું તેનું નિવાસ સ્થાન) થી શ્રીમાન જોષીના સ્વ હસ્તે લખાયેલ એક પોસ્ટકાર્ડના ૨૪ કલાકમાં વિશ્વની ભારતના અર્થ તંત્ર જેટલું આર્થિક કદ અને વગ ધરાવતી કંપની ” કોકાકોલા”ને મર્દના દીકરા જેવા જ્યોર્જ ફર્નાન્ડીઝે  દેશ નિકાલ કરી દીધેલ)

આવી એક વધુ તોબા! ખેડૂત બરબાદીના ઉપાડાએ યાદ કરાવી!

ખેડૂતના દેવા માફીની ભારતમાં સૌથી પહેલી વાત કરનાર જ અમે હતા.” જનતાદળ સરકાર”.

દેવીલાલ નાયબ વડા પ્રધાન!

આર્થિક નિષ્ણાતો ,બેંકના વડાઓ,….મોટા મોટા ” બાઘડા”ઓ જ્યારે ખેડૂત દેવા માફીના ભયંકર સંભવિત પરિણામો વિશે દેવીલાલને ડરાવી રહ્યા હતા ,ત્યારે દેવિલાલે ઠંડે કલેજે જણાવ્યું હતું કે ……*આપ ઇસ દેશ કે નાયબ પ્રધાનમંત્રીજીસે બાત કર રહે હૈ! જબ મેં કહેતા હું કી માફ ! મતલબ માફ!.*

That”s all!

*છે આજે ફર્નાન્ડિસ કે દેવીલાલ જેવી ” ૫૬ ની છાતી”???*

કહી દે કે હું કહું છું ” માફ” એટલે ” માફ”! ખેડૂતના તમામ દેવા માફ!

ગીતના અન્ય શબ્દો છે…..

ચાહત મેં વફા !

ઔર વો મર મીટને કી કસમે!

કયા બાત થી બહકે હુવે 

જજબાત કી તોબા……….!

આજે વાંચવા મળે છે ……

ખેડૂતોની તરફેણ કરવી એ ગુનો હોઈ તો ફાંસીએ ચડવા તૈયાર છીએ…..!

આ ચુનાવમેં વફા ( બીજેપી પરસ્તી) 

ઔર મર મીટને કી કસમ નથી તો બીજું શું છે?

તો પછી 

આ ” બહકે હુએ  જજબાત કી તોબા”! કિસ લીએ?

અસ્તુ.

Related Posts