રાષ્ટ્રીય

‘અયોધ્યામાં દીવડાઓ પર આટલો બધો ખર્ચ શા માટે…’, અખિલેશના નિવેદન પર ભડક્યું VHP

ઉત્તર પ્રદેશની રામનગરી અયોધ્યામાં ભવ્ય દીપોત્સવનો ભવ્ય કાર્યક્રમ શરૂ થઈ ગયો છે. અયોધ્યામાં ભવ્ય દીપોત્સવના મુખ્ય કાર્યક્રમ પહેલાં જ રામનગરી ઝગમગી ઉઠવાની સાથે વર્લ્ડ રેકોર્ડ નોંધાઈ ગયો છે. ત્યારે આ ભવ્યાતિભવ્ય ઉત્સવ વચ્ચે રાજકારણ શરૂ થઈ ગયું છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના દિવાળી-ક્રિસમસ અંગેના નિવેદન પર વિહિપ નેતા વિનોદ બંસલએ આકરો પ્રહાર કર્યો છે.અખિલેશ યાદવે અયોધ્યામાં દીવાઓ પર વારંવાર થતા ખર્ચ અંગે સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સરકાર વારંવાર દીવાઓ પર આટલો ખર્ચ કેમ કરે છે, તે સમજાતું નથી. તેના બદલે દુનિયાના જે દેશોમાં ક્રિસમસ પર મહિનાઓ સુધી રોશની રહે છે, તેમની પાસેથી શીખવું જોઈએ. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે, સપાની સરકાર બનવા પર દર વર્ષે કુમ્હાર સમાજ પાસેથી એક કરોડ દીવા ખરીદવામાં આવશે.અખિલેશના નિવેદનથી વીએચપી નેતા વિનોદ બંસલ નારાજ થયા છે. તેમણે કહ્યું કે, ‘અમને દીવાઓ બનાવનાર કુમ્હાર સમાજ પર ગર્વ છે. આ સમાજ દીવાઓથી આખી દુનિયામાં રોશની કરવા ઈચ્છે છે. પરંતુ ક્યાંક પીડીએ સમાજ રોશન ન થઈ જાય અને તેઓની કમાણી ન થઈ જાય, તે માટે અખિલેશને ચિંતિત લાગે છે.બંસલે વધુમાં કહ્યું કે, ‘જ્યારે ઈસાઈ ધર્મ નહોતો, ત્યારે પણ દિવાળી મનાવવામાં આવતી હતી. આજે તેઓ દિવાળી પર ક્રિસમસના પ્રવચન આપી રહ્યા છે, જ્યારે ક્રિસમસ હજી બે મહિના દૂર છે. તેમણે એવું પણ ખર નથી કે, કયો તહેવાર આવવાનો છે અને કયો તહેવાર આવી ગયો છે. અખિલેશ યાદવ પોતાની સનાતન વિરોધી માનસિકતામાંથી ક્યારે મુક્ત થશે?’અયોધ્યામાં દીપોત્સવનું ભવ્ય આયોજન શરૂ થઈ ગયું છે. શનિવારે મોડી સાંજે સરયૂ નદીના તટ પર આયોજિત સરયૂ આરતીમાં 21000થી વધુ લોકોએ એકસાથે ભાગ લઈને નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સના અધિકારી નિશ્ચલ બારોટે જણાવ્યું કે, ભાગ લેનારાઓની ગણતરી ક્યૂઆર કોડ સ્કેનિંગ દ્વારા કરવામાં આવી હતી, જેમાં 21000થી વધુ લોકોએ ભાગ લીધો છે, જેમાં અગાઉના 1774 લોકોનો રેકોર્ડ તૂટ્યો છે. આ રેકોર્ડની સત્તાવાર જાહેરાત આજે (19 ઓક્ટોબર) મુખ્યમંત્રી સમક્ષ સ્ટેજ પર કરવામાં આવશે.

Related Posts