fbpx
ગુજરાત

અમરેલીના વડીયા પંથકમાં વન્યપ્રાણીઓનો આતંક વધ્યો : ખેડૂતો દહેશતમાં

વડીયામાં જંગલનો રાજા હાવી બનીને ખેતર વિસ્તારોમાં ફરી રહ્યો છે અને ખેડૂતોના ખેતરોમાં ખેડૂતોના પશુઓના મારણ થતા ખેડૂતોમાં ભય ફેલાયો અમરેલીના વડીયા પંથકમાં વન્યપ્રાણીઓનો આતંક વધી રહ્યો છે. ખાખરીયા ગામે ગત રાત્રે બાબુભાઇ ગોરસિયાના ખેતરમાં ૩ સાવજાેએ ધામા નાખી ૫ પશુઓમાંથી ત્રણને મારી નાખ્યા હતા. આ ઘટના બાદ ખેડૂતોમાં ભારે ભયનો માહોલ છવાયો છે. ખેડૂતોનું કહેવું છે કે, જંગલનો રાજા હોવા છતાં સાવજાે રેવન્યુ વિસ્તારમાં ફરી રહ્યા છે અને ખેડૂતોના ખેતરોમાં ધામા નાખી પશુઓને મારી રહ્યા છે. આથી ખેડૂતો શિયાળુ વાવેતર અને પિયત માટે ખેતરોમાં જવામાં ડર અનુભવી રહ્યા છે. આ ઘટનાનો વિડિઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખેડૂતના ખેતરમાં ડાલામથા ત્રણ ત્રણ સાવજાે એ આવીને મારણ કર્યું અને ત્યાંથી પરત જતા હતા એ દરમ્યાન ખેડૂતોએ વિડિઓ પણ બનાવ્યો અને વનવિભાગને જાણ કરીને પંચરોજ કામ કરી ગયા હવે જાેવાનું એ રહેશે કે ખેડૂતોને વળતર કેટલું અને ક્યારે મળશે એ જાેવાનું રહેશે. ખેડૂતોની આ સમસ્યા સામે સરકારને ગંભીર બનવું જરૂરી છે. વન્યપ્રાણીઓને જંગલ તરફ મોકલવા અને ખેડૂતોને વળતર આપવાની માંગ ઉઠી છે.

Follow Me:

Related Posts