ભાવનગર

આગામી સમયમાં દાર્જિલિંગ ખાતે રાષ્ટ્ર કક્ષાનીચેમ્પિયનશિપમાં ભાગ લઈને ગૌરવ વધારશે

ઓપન ગુજરાત કરાટે ચેમ્પિયનશિપ-દમણ મુકામે યોજાય. જેમાં આલ્ફા વિદ્યા સંકુલ-વરલના ધોરણ-8 મા અભ્યાસ કરતો વિદ્યાર્થી મીત હરેશભાઈ ભટ્ટી (ગામ-ટાણા) એ ભાગ લીધો હતો.આ કરાટે ચેમ્પિયનશિપમાં 12 વર્ષ વયજુથમા ગુજરાત રાજ્ય લેવલે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. મીત ભટ્ટીની આ અસાધારણ સફળતા માટે અભિનંદનને પાત્ર છે.

ટાણા ગામના મીત ભટ્ટીએ ગુજરાત રાજ્ય લેવલની ચેમ્પિયનશિપમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરી માતા-પિતા, પરિવાર,ગામ અને શાળાનું નામ રોશન કર્યું છે. આ તકે મીત ભટ્ટીને અને તેમના કોચ વત્સલભાઈ પરમારને આલ્ફા વિદ્યા સંકુલ-વરલ શાળા પરિવાર સહિતના સૌએ અભિનંદન અને શુભેચ્છા પાઠવી છે. આગામી સમયમાં હવે, આગળ *પશ્ચિમ બંગાળ* રાજ્યના દાર્જિલિંગ ખાતે દેશ લેવલની કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે જશે.

Related Posts