બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDA ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યું છે. 200થી વધુ બેઠકો પર બઢત જાળવી રાખવાને કારણે BJP અને JDU બંનેમાં ઉત્સાહનો માહોલ છે. જોકે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે મુખ્યમંત્રીનું પદ કોણ સંભાળશે? આ સવાલનો જવાબ હજુ સ્પષ્ટ થઈ શક્યો નથી. BJPના મહાસચિવ વિનોદ તાવડેના નિવેદનના કારણે નીતિશ કુમારને ફરી CM બનાવવાની શક્યતા પર સસ્પેન્સ વધી ગયું છે.વિનોદ તાવડેએ કહ્યું કે, ‘અમે બિહારની ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં લડી છે. પરંતુ CM કોણ હશે તેનો નિર્ણય પાંચેય પક્ષો મળીને નક્કી કરશે.’ NDAમાં BJP અને JDU ઉપરાંત જીતન રામ માંઝીની પાર્ટી હમ (HAM), ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી આરએમએલ (RML), ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપીઆર (LJP-R) સામેલ છે. ચૂંટણી પંચના બપોરે સાડા ત્રણ વાગ્યા સુધીના આંકડાઓ મુજબ, બિહારમાં NDAની સુનામી જોવા મળી રહી છે. બેઠકો પર આગળ ચાલી રહેલા પક્ષોની સ્થિતિ આ મુજબ છે…
BJP (ભારતીય જનતા પાર્ટી): 94 બેઠકો પર આગળ
નીતિશ કુમારની પાર્ટી (JDU): 84 બેઠકો પર બઢત
RJD (રાષ્ટ્રીય જનતા દળ): 25 બેઠકો પર આગળ
ચિરાગ પાસવાનની પાર્ટી (LJP-R): 19 બેઠકો પર આગળ
AIMIM: 6 બેઠકો પર આગળ
હમ (HAM): 5 બેઠકો પર આગળ
ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી (RML): 4 બેઠકો પર આગળ
અન્ય: 6 બેઠકો પર આગળબિહાર ચૂંટણીના ઇતિહાસમાં આ BJPનું અત્યાર સુધીનું સૌથી શાનદાર પ્રદર્શન છે. BJPએ પોતાનો જ જૂનો રૅકોર્ડ તોડી નાખ્યો છે. અગાઉ, વર્ષ 2010ની વિધાનસભા ચૂંટણીમાં BJPએ 91 બેઠકો પર જીત નોંધાવી હતી.


















Recent Comments