ભાવનગર

શિયાળો અને મેદસ્વીતા: સાવચેતી, સમજણ અને સ્વાસ્થ્ય માટેનું માર્ગદર્શન

શિયાળો એ આરામદાયક ઋતુ છે. જેમાં ઠંડુ વાતાવરણ, પૌષ્ટિક શાકભાજી, ગરમ ખોરાક અને
શાંતિપૂર્ણ દિવસો હોય છે. પરંતુ આ જ ઋતુ અનેક લોકો માટે મેદસ્વીતા (Obesity) વધારવાનું કારણ પણ
બની શકે છે. ઠંડી વધતાં શરીર પોતાની ગરમી જાળવવા માટે વધારે ઊર્જાની માંગ કરે છે, જેના કારણે
ઘણીવાર ભૂખ વધી જાય છે અને લોકો ગરમ, મીઠી તથા તળેલી વસ્તુઓનું વધુ સેવન કરે છે. તેમજ ઠંડીને
કારણે લોકો બહાર ચાલવા, દોડવા અથવા અન્ય શારીરિક પ્રવૃત્તિ કરવા ઓછું પસંદ કરે છે, જેના પરિણામે
મેટાબોલિઝમ ધીમું પડે છે અને ચરબી સંગ્રહ થવાની શક્યતા વધે છે. વધારે ચા-કોફીનું સેવન, પાણી ઓછું
પીવું અને લાંબા સમય સુધી બેઠા રહેવું આ બધા પરિબળો મળી શિયાળામાં વજન ઝડપી રીતે વધારવાના
મુખ્ય કારણ બની જાય છે.
શિયાળામાં મેદસ્વીતા રોકવા માટે સંતુલિત ખોરાક અને નિયમિત જીવનશૈલી અપનાવવી એ સૌથી
મહત્વનું છે. ઠંડી હોવા છતાં દરરોજ ૩૦–૪૦ મિનિટ ચાલવું, હળવી કસરત અથવા યોગ કરવાની આદત
રાખવાથી મેટાબોલિઝમ સક્રિય રહે છે અને શરીરમાં ચરબી સંગ્રહ થતો અટકે છે. શિયાળામાં ઉપલબ્ધ
પૌષ્ટિક તાજા શાકભાજી, દાળ-અણાજ, સૂકા મેવાં અને ગરમ પૌષ્ટિક સૂપનો સમાવેશ આહારમાં કરવાથી
શરીરને યોગ્ય ઉર્જા મળે છે. મીઠાઈ, તળેલા નાસ્તા અને ચા-કોફી જેવી વધારાની ખાંડવાળી વસ્તુઓ પર
નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે. નિયમિત સૂર્યનો પ્રકાશ લેવો, પૂરતું પાણી પીવું અને સમયસર ઊંઘ લેવી.
આવા અસરકારક પગલાં અપનાવવાથી શિયાળામાં વધતાં વજનને રોકી શકાય છે.

Related Posts