રાષ્ટ્રીય

ભાજપની દિલ્હીમાં ઐતિહાસિક જીત થતાં હવે દિલહીવાસીઓને મળશે આ વિકાસલક્ષી યોજનાઓનો લાભ

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) એ પ્રચંડ જીત મેળવી છે સાથેજ હવે ભાજપ દ્વારા ચૂંટણી અગાઉ આપવામાં આવેલ વચનો પણ પાળવમાં આવશે જેમાં,
૧.ભાજપે કહ્યું છે કે ગરીબ મહિલાઓને ૫૦૦ રૂપિયામાં ન્ઁય્ સિલિન્ડર આપવામાં આવશે અને હોળી અને દિવાળી પર વર્ષમાં બે મફત સિલિન્ડર પણ આપવામાં આવશે .
૨.સગર્ભા મહિલાને ૨૧૦૦૦ રૂપિયા અને ૬ પોષણ કીટ આપવામાં આવશે.
૩.મહિલાઓને દર મહિને ૨૫૦૦ રૂપિયા આપવામાં આવશે. આ માટે ‘મહિલા સમૃદ્ધિ યોજના’ શરૂ કરવામાં આવશે.
૪. આયુષ્માન ભારત યોજના પ્રથમ મંત્રીમંડળમાં લાગુ કરવામાં આવશે. આ અંતર્ગત ૧૦ લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા ઉપલબ્ધ થશે. આ યોજના હેઠળ, સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ સારવાર મેળવી શકાય છે.
૫. ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં અટલ કેન્ટીન ખોલવામાં આવશે. આમાં ૫ રૂપિયામાં ભરપેટ ભોજન લેવાની સુવિધા હશે.
૬. દિલ્હીમાં સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને ૧૫,૦૦૦ રૂપિયાની નાણાકીય મદદ મળશે અને આવા વિદ્યાર્થીઓને ટેકનિકલ અને કોમર્શિયલ કોર્ટ માટે દર મહિને ૧૦૦૦ રૂપિયાની મદદ મળશે.
૭.યુવાનોને ૫૦ હજાર સરકારી નોકરીઓ અને ૨૦ લાખ રોજગાર અને સ્વરોજગારની તકો ઉભી કરવાનું વચન આપવામાં આવ્યું છે.
૮.બધા નોંધાયેલા કામદારોને ૩ લાખ રૂપિયા સુધીની લોન સુવિધા અને કૌશલ્ય અને સાધનો માટે ૧૦ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવશે.
૯.ભાજપે કહ્યું છે કે વૃદ્ધોનું અટકેલું પેન્શન શરૂ કરવામાં આવશે. ૬૦ વૃદ્ધોનું પેન્શન ૨૦૦૦ રૂપિયાથી વધારીને ૨૫૦૦ રૂપિયા કરવામાં આવશે. ૭૦ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને ૩૦૦૦ રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું હતું, હાલમાં તેમને ૨૫૦૦ રૂપિયા મળે છે.
૧૦. એવું વચન આપવામાં આવ્યું છે કે દ્ભય્ થી ઁય્ સુધીનું શિક્ષણ મફત હશે.

Related Posts