સાવરકુંડલા નગરપાલિકામાં નવું જેટિંગ મશીન આવતા હવે ગટર સફાઈ કામગીરી વધુ કાર્યક્ષમ અને અસરકારક બનશે એવી સંભાવના સેવાઈ રહી છે. આજે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા પાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી સહિતના રાજકીય અગ્રણીઓ દ્વારા આ નવા જેટિંગ મશીનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતાં સાવરકુંડલા શહેરની સફાઇ કામગીરીને વધુ વેગ મળશે. આમ ગણીએ તો સાવરકુંડલા શહેર એક લાખથી વધુ આબાદી ધરાવતું શહેર છે. સફાઈ, સ્વચ્છતા, સ્ટ્રીટ લાઈટ, પાણી વગરે જેવી પ્રાથમિક જરૂરિયાતોને અસરકારક રીતે પ્રદાન કરવા માટે નગરપાલિકા પાસે પૂરતાં સંસાધનો અને કર્મચારીગણ હોવા જરૂરી છે. એટલે નવા જેટિંગ મશીનનું આગમન એ શહેરી વિકાસ અને પ્રાથમિક જરૂરિયાત માટે એક આવકાર્ય પગલું ગણાય. આશા રાખીએ કે આ નવું જેટિંગ મશીન આવતાં શહેરની ગટર સફાઈ વધુ અસરકારક રીતે કરવામાં આવશે.
સાવરકુંડલા નગરપાલિકા ખાતે નવુ જેટિંગ મશીન આવતાં ગટર સફાઈ કામગીરી વધુ કાર્યક્ષમ બનશે.


















Recent Comments