ભાવનગર

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના પ્રયાસોથી ADIP યોજના અને GMDC સીએસઆર અંતર્ગત પાલિતાણામાં દિવ્યાંગજનોને નિઃશુલ્ક સહાયક સાધનોનું વિતરણ કરાશે

કેન્દ્રીય ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના
પ્રયાસોથી દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકારની (ADIP)
યોજના તથા ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) ના સીએસઆર કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગજનો માટે
નિઃશુલ્ક સહાયક સાધનો વિતરણ શિબિરનું આયોજન કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી શ્રી
બી.એલ. વર્માની પ્રેરક ઉપસ્થિતિમાં તા. ૦૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ભાવનગર જિલ્લાના પાલીતાણામાં હાઇસ્કૂલ
ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે.
આ શિબિર અંતર્ગત ભાવનગર જિલ્લાના ૩૬૬ પૂર્વ-ચિહ્નિત દિવ્યાંગ લાભાર્થીઓને કુલ રૂ. ૫૯,૧૨,૧૮૮/-ની
કિંમતના ૭૩૭ સહાયક સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.
જિલ્લા ભાવનગરના દિવ્યાંગજનોને વ્યાપક લાભ મળે તે હેતુસર લાભાર્થીઓના ચિહ્નીકરણ અને નોંધણી માટે
કેન્દ્રીય રાજ્ય શ્રીમતી નિમુબેન જયંતીભાઈ બાંભણિયા દ્વારા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત
સરકાર સાથે સંકલન સાધવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીશ્રીના માર્ગદર્શન અનુસાર એલિમ્કો (ભારત સરકારનું
ઉપક્રમ) દ્વારા જિલ્લા વહીવટી તંત્ર ભાવનગરના સહયોગથી તા.૦૫/૧૨/૨૦૨૪ થી ૧૮/૧૨/૨૦૨૪ દરમિયાન
જિલ્લાના તમામ બ્લોકોમાં બ્લોકવાર પરીક્ષણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પરીક્ષણ શિબિરો બાદ ભાવનગર જિલ્લામાં કુલ ૨૦૬૭ દિવ્યાંગજનોને ૩૭૬૩ સહાયક સાધનોના નિઃશુલ્ક
વિતરણ માટે ચિહ્નિત કરવામાં આવ્યા છે, જેમાં સાધનોની કુલ કિંમત અંદાજે રૂ.૨,૮૧,૬૧,૪૪૯/- થાય છે. ચિહ્નિત
તમામ દિવ્યાંગ લાભાર્થીઓને તા.૧૯ જાન્યુઆરી ૨૦૨૬ સુધી બ્લોકવાર કેમ્પના માધ્યમથી સાધનોનું વિતરણ પૂર્ણ
કરવામાં આવશે.
તા. ૦૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ યોજાનાર વિતરણ શિબિરમાં એલિમ્કો દ્વારા બનાવવામાં આવેલા વિવિધ
પ્રકારના સહાયક સાધનો જેમ કે બેટરીચાલિત મોટરાઇઝ્ડ ટ્રાઇસાઇકલ, ટ્રાઇસાઇકલ, વ્હીલચેર, સી.પી. ચેર, બૈસાખી,
શ્રવણ યંત્ર (કાનની મશીન), કૃત્રિમ અંગ વગેરેનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. વિતરણ થનાર સહાયક
સાધનોમાં મોટરચાલિત ટ્રાઇસાઇકલ- ૪૯, ટ્રાઇસાઇકલ – ૧૭૨, વ્હીલચેર – ૨૨, એડીએલ કિટ – ૨, વોકર – ૧૧,
બૈસાખી – ૨૩૧, બ્રેલ કિટ – ૨, સુગમ્ય કેન – ૨૨, મોબાઇલ – ૩, સી.પી. ચેર – ૧૦, રોલેટર – ૧૪, ટીએલએમ
કિટ – ૬૩, કાનના મશીન (શ્રવણ યંત્ર) – ૪૦ નો સમાવેશ થાય છે.

Related Posts