અમરેલી

અબોલ જીવની મદદે ધાનાણી.. માનવતાની મહેક પ્રસરાવી

સાવરકુંડલા ખાતે સેવાકાર્યો માટે જાણીતા અને અબોલ જીવોની ચિંતા કરનાર સેવાભાવી આગેવાન શ્રી સલીમભાઈ ધાનાણીનો એક પ્રેરણાદાયક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

તાજેતરમાં, સાવરકુંડલામાં એક ગાયને બચ્ચાને જન્મ આપવામાં છેલ્લા બે દિવસથી તકલીફ થઈ રહી હતી અને તે પીડામાં હતી. આ વાતની જાણ થતાં જ સેવાભાવી મુસ્લિમ અગ્રણી  સલીમભાઈ સતારભાઈ ધાનાણીએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તુરંત જ ગૌશાળાના સંચાલકો અને સેવાભાવી કાર્યકરોનો સંપર્ક કર્યો હતો.

શ્રી ધાનાણીની સમયસૂચકતા અને ત્વરિત મદદને કારણે, ગાયને જરૂરી સહાય મળી શકી અને સફળતાપૂર્વક વાછરડાનો જન્મ થયો હતો. અબોલ જીવની પીડા દૂર થયા બાદ, શ્રી ધાનાણીએ પોતાના અંગત રસથી ગાય અને તેના નવજાત વાછરડાને સહી-સલામત ગૌશાળા ખાતે મોકલી આપવાની વ્યવસ્થા કરી હતી.

વર્ષોથી સેવાના કામો, ગરીબોની મદદ અને અબોલ જીવોની સંભાળ માટે જાણીતા શ્રી સલીમભાઈ ધાનાણીએ ફરી એકવાર ધર્મ કે સમાજની સીમાઓથી પર જઈને માનવતા અને જીવદયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમનો આ નિઃસ્વાર્થ સેવાભાવ ખરા અર્થમાં પ્રશંસનીય અને અનુકરણીય છે

Related Posts