ગુજરાત રાજ્યને ૧,૬૦૦ કિમી લાંબો દરિયા કિનારાનું વરદાન પ્રાપ્ત થયું છે. જેમાંથી અમરેલી જિલ્લો ૬૨ કિ.મીનો દરિયા કિનારો ધરાવે છે. અમરેલી જિલ્લામાં જાફરાબાદ, ધારાબંદર, શિયાળબેટ તથા ચાંચ બંદર આમ કુલ મળી ૪ મત્સ્ય બંદરોનો સમાવેશ થાય છે.
અમરેલી જિલ્લામાં દરિયાઈ મત્સ્યોદ્યોગ, આંતરદેશીય મત્સ્યોદ્યોગ તેમજ ભાંભરા પાણીના મત્સ્યોદ્યોગનો સમાવેશ થાય છે. અમરેલી જિલ્લાનું જાફરાબાદ બંદર, એ તેની ‘બોમ્બે ડક’ (બુમલા) માછલીની માછીમારી માટે સમગ્ર ગુજરાતમાં જાણીતું છે. રાજ્ય સરકારની સહાય અને મત્સ્યખેડૂતોનો પરિશ્રમથી અમરેલી જિલ્લાના માછીમારો માટે સાગરથી સમૃદ્ધિના દ્વાર ખૂલી રહ્યા છે.
જિલ્લાના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીની કચેરીની માહિતી અનુસાર, અમરેલી જિલ્લા કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ આવતા જાફરાબાદ, શિયાળબેટ, ચાંચબંદર, નવાબંદર, સૈયદ રાજપરા તથા સિમર મત્સ્ય બંદરો/ઉતરણ કેન્દ્ર ખાતે નાની અને મોટી ૧૮૬૬ જેટલી માછીમારી બોટો નોંધાયેલી છે. અમરેલી જિલ્લામાં ૩૩ જળાશયો છે, જેમાં સરકારના પ્રર્વતમાન નિયમો અનુસાર ઈજારા પેટે આપવામાં આવે છે. ‘ડીઝલ વેટ રાહત યોજના’ અંતર્ગત ૧૩૫૪ માછીમારોને મહત્તમ રૂ. ૧૫ પ્રતિલીટરની સહાયતા આપવામાં આવી છે. તથા ‘કેરોસીન વેટ’ રાહત યોજના અંતર્ગત માછીમારોને રુ.૧૧૦ માછીમારોને ૯.૫૯ લાખ વેટ રાહત ચૂકવવામાં આવી છે.
મત્સ્યદ્યોગ ખાતા દ્વારા માછીમારોને વિવિધ પ્રકારની યોજનાકીય સહાયોનું ચૂકવણું કરવામાં આવે છે. જેમ કે, પગડીયા સહાય, જી.પી.એસ સહાય, નવા એન્જીન ખરીદવા, નવા આઈસ પ્લાન્ટ, માછલી સપ્લાય કરવા રેફ્રરીજરેટેડ વાન, ઓબીએમ/આઈબીએમ, પોલી પ્રોપોલીન રોપ, જમ્બો પ્લાસ્ટીક ક્રેટ, લાઈફ સેવિંગ જેકેટ અને ડીપ ફ્રીઝર જેવી વિવિધ યોજનાઓમાં કુલ ૮૦ માછીમારી બોટોને રૂ. ૭૭.૧૭ લાખની સહાય વર્ષ ૨૦૨૪-૨૫માં ચૂકવવામાં આવી છે.
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત માછીમાર કિસાન ક્રેડિટ કાર્ડ સ્વરૂપે વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૩૦ માછીમાર બોટ માલિકોને રૂ. ૭૮૫.૪૦ લાખની લોન મંજૂર કરવામાં આવી છે. માછીમાર જૂથ અકસ્માત યોજના અતર્ગત ૦૫ મૃત્તક માછીમારના વારસદારોને રુ.૧૨.૦૦ લાખની સહાય ચુકવવામાં આવી છે. અમરેલી જિલ્લામાં માછીમાર સહાયો પૈકી વર્ષ ૨૦૨૪-૨૫માં ૮૮૪.૧૬ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
ગુજરાત રાજ્યના ૧૦ મોટા બંદરોમાં જાફરાબાદ બંદરનો સમાવેશ કરવામાં આવે છે. મત્સ્યોદ્યોગની સહાયો મેળવવા માટે માછીમારોએ મત્સ્યોદ્યોગના વિવિઘ પોર્ટલ મારફત ઓનલાઈન અરજી કરવાથી સહાયની રકમ માછીમારોના બેંક ખાતામાં સીધી જ જમા કરવામાં આવી રહી છે. હાલ મત્સ્યોદ્યોગ દ્વારા માછીમારોને અપાતા ફિશીંગમાં જવાના ટોકન, ડીઝલ સબસીડી તથા માછીમારીમાં ઉપયોગી સાઘનોની સહાયતથા ફિશીંગ બોટના રજીસ્ટ્રેશન, લાયસન્સ જેવી તમામ સુવિઘાઓ ઓનલાઈન માઘ્યમથી માછીમારોને પૂરી પાડવામાં આવી રહી છે


















Recent Comments