અમરેલી

દાતાશ્રીઓના સહયોગથી નિવાસી શાળાના દ્રસ્ટીહિન બાળકોને સતાધાર-જુનાગઢ અને સોમનાથનો પ્રવાસ કરાવવામાં આવ્યો

સાવરકુંડલા તથા રાજુલાના દાતાશ્રીઓના સહયોગથી સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે આવેલ શાળા શ્રી નિવાસી અંધ વિદ્યાલય-થોરડીએ એક દિવસીય પ્રવાસ ખુબજ સરસ રીતે પૂર્ણ કર્યો. આ પ્રવાસમાં શાળાના વિદ્યાર્થીઓ થોરડીથી તા.૦૬,૦૧,૨૦૨૬ ની વહેલી સવારે સ્પે.બસ દ્વારા ૪.૦૦ વાગ્યે નીકળી સતાધાર (સતનો આધાર) આપા ગીગા મંદિર તથા પાડાપીરની સમાધિના દર્શન કરી ચા-નાસ્તો કરી ફ્રેશ થયા ત્યારબાદ જુનાગઢના સકકરબાગની મુલાકાત લેવામાં આવી. ત્યારબાદ વિજ્ઞાનનગરી જુનાગઢની મુલાકાતમાં તારામંડળ અને થ્રિડી (3D) ફિલ્મ સાથોસાથ વિજ્ઞાનના પ્રયોગોનું નિદર્શન કરાવવામાં આવ્યું. ભવનાથ તળેટીમાં ભવનાથ તળેટીમાં ભવનાથદાદાના દર્શન કરાવી બપોરનું ભોજન કરાવવામાં આવ્યું ત્યાંથી નીકળી સોમનાથ મંદિર સાંજના ૬.૦૦ વાગ્યે પહોચ્યા બાળકોને સોમનાથદાદાની ચોપાટી પર ઉંટ સવારી તથા ઘોડેસવારી કરાવી અને મ્યુઝીક અને લાઇટશો બતાવવામાં આવ્યો. બાળકોને રાત્રી ભોજન કોડીનાર પાસેની ઝાયકા હોટેલમાં કરાવવામાં આવ્યું. આમ દાતાશ્રી સૌ શ્રી બેલાબેન નાયક- દેવકા વિદ્યાપીઠ, શ્રી કિરણભાઈ સાવલિયા-સાવરકુંડલા, શ્રી ડૉ.વાઘમશી સાહેબ-રાજુલા, શ્રી માધુભાઈ સવાણી-ભમોદરા, શ્રીપી.આઇ. આર, જે . સિસોદીયા સાહેબ -પોરબંદર, શ્રી ઘનશ્યામભાઈ પિંજર-હડમતીયા, શ્રી અનકભાઈ ખુમાણ-જાબાળ શ્રી સાગરભાઈ સરવૈયા -રાજુલા, શ્રી અમીષભાઈ સોની-રાજુલા, શ્રી શૈલેષભાઈ બરવાળિયા-થોરડી, શ્રી રમેશભાઈ શેલડિયા-થોરડી, શ્રી ડૉ. રવિન્દ્રભાઈ અંધારિયા-ભાવનગર, શ્રી અમિતભાઈ પારેખ-મુંબઈ, શ્રી દીપાબેન કોટિલા -રાજુલાના સહયોગથી આ પ્રવાસ ખુબજ સરસ રહ્યો.આ પ્રવાસને સફળ બનાવવા માટે શાળાના ટ્રસ્ટી શ્રી કાંતિદાદા તથા શાળાના આચાર્યશ્રી હિતેષભાઈ દેસાઈ, શાળાના શિક્ષકશ્રીઓ સંજયભાઈ તથા આરતીબેન, શાળાના ગૃહમાતા ભાનુબેન તથા લોક વિદ્યામંદિરના બધા શિક્ષકશ્રીઓએ બાળકોની સાથે રહી બધા સ્થળની મુલાકાત કરાવવામાં આવેલ આમ શાળા પરિવાર દ્વારા 

ફરીવાર બાળકો વતી દાતાશ્રીઓનો આભાર માનવામાં આવેલ.  બાળકોના જીવનમાં આનંદ કરાવવા બદલ પણ શાળા પરિવાર આ પ્રવાસમાં સહયોગ આપનાર તમામનો આભાર પણ વ્યક્ત કરવામાં આવેલ.

Related Posts