અમરેલી

કેરાળા કમીગઢ રોડ ઉપર અકસ્માતમાં ઘાયલ થયેલી મહિલાનું સારવારમાં મોત

અમરેલી જિલ્લામાં સગીર પાસે લાયસન્સ ન હોવા છતાં બાઈક ચલાવતા હોવાથી વારંવાર અકસ્માતની ઘટના બને છે જેમાં કેરાળા કમીગઢ રોડ ઉપર દસ દિવસ પહેલા સર્જાયેલા અકસ્માતમાં ઘાયલ થયેલી મહિલાનું સારવારમાં મોત થયું હતું. જેના પગલે શોકનો માહોલ છવાઈ ગયો હતો. મનોજભાઈ મગનભાઈ પરમાર (ઉ.વ.૫૦)એ નટુભાઈ નાનજીભાઈ સોલંકી તથા સગીર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, સગીર પાસે લાયસન્સ ન હોવા છતાં વાહન ચલાવી તેની પત્નીને બેસાડી કમીગઢ ગામ તરફત જતો હતો. કેરાળા કમીગઢ રોડ પર અકસ્માતમાં તેની પત્નીને ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અને સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પરિણીતાના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ ડી જોષી વધુ તપાસ કરી રહ્યા છે.

Related Posts