ભાવનગર

શિહોર ખાતે નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરાઇ

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર અને આઈસીડીએસ શાખા, ભાવનગરના સંયુકત ઉપક્રમે “નારી વંદન
ઉત્સવ” સપ્તાહ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી આઈસીડીએસ કચેરી, શિહોર ખાતે કરવામાં આવેલ હતી.
કાર્યક્રમની શરૂઆત મહનુભાવોના વરદ હસ્તે દિપપ્રાગટ્ય કરવામાં આવેલ ત્યારબાદ કાર્યક્રમમાં આવેલ મહેમાનોનુ બેટી બચાઓ બેટી
પઢાઓ યોજનાના મગ તેમજ મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવેલ હતું દહેજ પ્રતિબંધક અધિકારી સહરક્ષણ અધિકારી શ્રી હેતલબેન દવે
દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત પ્રાસંગીક પ્રવચન આપેલ હતું. આરોગ્ય વિભાગના શ્રી રૂપલબેન દ્વારા કિશોરીઓના આરોગ્યમાં લોહીના ટકા
કેટલા હોવા જોઇએ અને જો તે ઓછા હોય તો શુ તકલીફ પડે તે અંગે આરોગ્યને લગતી માહિતી આપેલ હતી. સી.ડી.પી.ઓ શ્રી નીતાબેન
દ્વારા કિશોરીઓને આરોગ્ય અને પોષણ અંગે માહિતી આપી આંગણવાડીમાં મળતા પેકેટનો યોગ્ય ઉપયોગ કરવા અનુરોધ કરેલ ત્યારબાદ OSC
સેન્ટરના કેન્દ્ર સંચાલક શુભાબેન મકવાણા દ્વારા સેન્ટરની પાંચ પ્રકારની સેવા અંગે માહિતી આપેલ ત્યારબાદ PBSC મહિલા સહાયતા કેન્દ્ર
અંગે રીનાબેન વાઘેલા દ્વારા સેન્ટરની કામગીરી તેમજ કેવા પ્રકારના કેસો આવે છે તે અંગે જણાવેલ ત્યારબાદ પુર્ણા કન્સલન્ટન્ટ ગુલાબબેન
દ્વારા કિશોરીઓને પુર્ણા યોજનાની માહિતી આપી પુર્ણાના પેકેટમાંથી બનતી વિવિધ વાનગીઓ વિશે માહિતી આપી અને મિલેટ વિશે જાગૃતતા
આવે તે અંગે વિગતવાર ચર્ચા કરેલ ત્યારબાદ DHEWના યોજનાના મિશન કો-ઓર્ડિનેટર સંજયભાઈ દ્વારા મહિલા અને બાળ અધિકારીની
કચેરીમાં ચાલતી તમામ યોજનાની માહિતી આપવામાં આવેલ હતી.
કાર્યક્ર્મના અંતમાં કિશોરીને મેન્સ્ટ્રઅલ હાઇજીન કિટ આપવામાં આવેલ અને DHEWના અજયભાઈ દ્વારા આભારવિધી કરવામાં
આવેલ હતી. વાનગી નિદર્શન અને કિશોરીઓના આરોગ્ય તપાસ કરવામાં આવેલ જેમાં હાજર રહેલ તમામ કિશોરીઓનું હિમોગ્લોબિન ચેક
કરવામાં આવેલ અને આરોગ્ય તપાસ કરવામાં આવેલ હતું.
કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી, હેતલબેન દવે, સી.ડી.પી.ઓ.શ્રી નીતાબેન વ્યાસ, શિહોર આરોગ્ય
વિભાગના મેડીકલ ઓફિસરશ્રી રૂપલબેન વૈષ્નવી, જિલ્લા પુર્ણા કન્સલ્ટન્ટ ગુલાબબેન, સુપરવાઇઝરશ્રી દુર્ગાબેન, આંગણવાડી વર્કર બહેનો,
OSC, PBSCના કાઉન્સેલરો, શી ટીમ સિહોરના કર્મચારીઓ, DHEWના કર્મચારીઓ અને કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts