ભાવનગર

મહિલા કૉલેજ, પાલિતાણા કબડ્ડીમાં જિલ્લા ચેમ્પિયન

ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ 2025 માં કબડ્ડી સ્પર્ધામાં ભાવનગર જિલ્લા ગ્રામ્યમાં મહિલા કૉલેજ, પાલિતાણાની બહેનો ચેમ્પિયન થયેલ છે. મહુવાની ટીમ હરાવીને ફાઇનલ મેચ સેન્દરડા સાથે રમીને વિજેતા થયેલ. સૌરાષ્ટ્ર જોન માટે સાત બહેનોનું સિલેક્શન થયેલ. ખેલાડીઓ તરીકે કેપ્ટન ચાવડા રિંકલ , ગોહિલ મનીષાબા, ભાદરકા કૈલાસ, ગોહિલ કિંજલ, ચાવડા ગુલાબ, રાઠોડ મહેંદી, ચૌહાણ વૈશાલી, ટીમ મેમ્બર હતા. આ તકે ટ્રસ્ટપ્રમુખશ્રી મયુરસિંહ સરવૈયા , પ્રાચાર્યશ્રી ડૉ. પંકજ ત્રિવેદી સ્પોર્ટ્સ કૉ-ઓર્ડિનેટરશ્રી ડૉ. જતિન પંડ્યા , હેડ કોચશ્રી નિલેશ રાજ્યગુરુ , કોચ શ્રી અમરસિંહ રાઠોડ અને કૉલેજ પરિવારે બહેનોને અઢળક શુભેચ્છાઓ પાઠવે છે. બહેનોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી. આગામી સમયમાં બહેનો જૂનાગઢ ખાતે રમવા જશે.

Related Posts